økktÄeLkøkh, íkk. 17
SVPની આમંત્રણ પત્રિકામાં નીતિન પટેલનું નામ ન હોવાંની ચર્ચાએ ખૂબ જોર પકડ્યું હતું. ત્યારે આ મામલે ડે.સીએમ નીતિન પટેલે રદિયો આપતાં જણાવ્યું કે, ’મારું તમામ જગ્યાઓ પર નામ છે. મારી કોઈ જ નારાજગી નથી અને નામ હોય કે ન હોય તે મહત્વનું નથી.’સાંજે ચાર વાગ્યે અમદાવાદની વી.એસ. હોસ્પિટલનો ઉદ્ઘાટન કાર્યક્રમ હતો. વડાપ્રધાને હોસ્પિટલનું ઉદઘાટન કર્યું છે, પરંતુ સૌ કોઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી તેઓ અહીં પણ હાજર રહ્યા નહોતા.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત એવી નવી જીફઁ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાનાં છે. ત્યારે આ હોસ્પિટલનાં લોકાર્પણની પત્રિકામાં ડે.સીએમ અને આરોગ્ય મંત્રી નિતિન પટેલનું નામ ન છપાતાં કેટલીક ચર્ચાઓએ ખૂબ જોર પકડ્યું હતું.
તમને વધુમાં જણાવી દઇએ કે, જીફઁ હોસ્પિટલની આમંત્રણ પત્રિકામાં વિશેષ ઉપસ્થિત મહેમાનની યાદીમાં ગુજરાત રાજ્યનાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા પક્ષનાં પીઢ નેતા આઇ.કે.જાડેજાનું નામ છાપવામાં આવ્યું છે.
બીજી તરફ એવી ચર્ચા જાગી હતી કે નીતિન પટેલનું નામ ભૂલથી છાપવાનું રહી ગયું છે કે પછી જાણી જોઈને છાપવામાં આવ્યું નથી. ત્યારે આ અટકળો વચ્ચે ડે.સીએમ નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ૨ દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે અને વિવિધ કાર્યક્રમોમાં મહેમાન બનવાનાં છે ત્યારે અમદાવાદ ખાતે આકાર પામેલ ૧૫૦૦ બેડ ધરાવતી હોસ્પિટલ જીફઁનું લોકાર્પણ આજે તેઓ કરવાનાં છે. ત્યારે આ સમારોહની પત્રિકામાં ગુજરાત રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ નહીં છપાતાં અનેક તર્ક-વિતર્કો શરૂ થયાં હતાં.