બોરીસણા પાસે ONGC લાઇનમાં આગ લાગતા દોડધામ

595

બોરીસણા પાસે આવેલ ઓએનજીસીની લાઈનમાં બુધવારે એકાએક લીકેજના કારણે આગ લાગી હતી. રોડ પર આગની જ્વાળાઓ દેખાતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી બનાવના સ્થળે દોડી આવેલ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો.

જે બાદ ઓએનજીસીના કર્મચારીઓએ લીકેઝનું સમારકામ હાથ ધર્યું હતું. આ બનાવ બાદ આ વિસ્તારમા થોડો સમય ભારે નાસભાગ મચી ગઈ હતી. જોકે આગ કાબૂમાં આવી જતા લોકોએ રાહતનો દમ લીધો હતો.  પ્રાપ્ત વિગતો અનુસાર બોરીસણા પાસે આવેલ અરમાન ફ્‌લેટની પાછળના ભાગમાં ઓએનજીસીનો વેલ આવલો છે જ્યાંથી અલગ-અલગ લાઇનો પસાર થાય છે તેના મથક સુધી જતી હોય છે. ત્યારે નવા બનતા રોડ પાસેથી પસાર થતી લાઈનમાં બુધવાર બપોરે એકાએક આગ લાગી હતી.  રોડ પર આગની જ્વાળાઓ ચોમેર ફરી વળી હતી જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી આગનો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયરબ્રિગેડ દોડી આવ્યું હતું. ફાયરબ્રિગેડ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી લીધી હતી ત્યારબાદ ઓએનજીસીના કર્મચારીઓ સ્થળે ખોદકામ કરી તેનું સમારકામ હાથ ધર્યું હતું.

Previous articleભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે મેચનો તખ્તો તૈયાર
Next articleસ્વામી વિવેકાનંદ નો જીવન સંદેશ આજના યુવાનોને વિષય પર વ્યાખ્યાનનું આયોજન