ગુજરાતનાં અમદાવાદમાં એક શૉપિંગ ફેસ્ટિવલની શરૂઆત થવા જઇ રહી છે, જ્યાં લગભગ ૧૫ હજારથી વધારે વેપારીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ ફેસ્ટિવલ ફક્ત દુકાનોનાં કારણે નહીં, પરંતુ ડિસ્કાઉન્ટનાં કારણે લોકોનું આકર્ષણ બન્યો છે. આ ફેસ્ટિવલ દુબઈનાં શૉપિંગ ફેસ્ટિવલ જેવો થઈ રહ્યો છે, જ્યાં ના ફક્ત સામાન ખરીદી શકો છો, પરંતુ લાખો રૂપિયાનું ઇનામ પણ જીતી શકો છો.
આ ફેસ્ટિવલની શરૂઆત ૧૭ જાન્યુઆરીનાં રોજ અમદાવાદમાં થશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આની શરૂઆત કરશે. આ ફેસ્ટિવલ ૧૨ દિવસ સુધી ચાલશે અને આમાં લોકો શૉપિંગની સાથે હૉટલ, ક્લબ, જીમ, સ્પા વગેરેનો પણ લાભ લઇ શકશે. આ ફેસ્ટિવલ ૧૮ જાન્યુઆરીએ વાઇબ્રેંટ ગુજરાતમાં આવનારા મહેમાનોને પણ આકર્ષિત કરશે. આ શૉપિંગ ફેસ્ટિવલમાં જે પણ સામાન વેચવા માટે રાખવામાં આવ્યો છે, તેમાં રાજ્યનાં છેવાડાનાં લોકો દ્વારા હસ્તશિલ્પ અને કારીગરી દ્વારા તૈયાર કરાયેલો સામાન પણ છે. શૉપિંગ ફેસ્ટનું આયોજન વાઇબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં ગ્રાહકોને આકર્ષવા માટે કરોડો રૂપિયાનાં ઇનામો પણ આપવામાં આવશે. આ ફેસ્ટિવલમાં ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને ૫૦૦થી વધારે ખરીદી કરનાર ગ્રાહકને ઇનામ પણ આપવામાં આવશે. ગ્રાહકો માટે દર મિનિટે લકી ડ્રો નીકળશે અને કુલ ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે. અહીં ગારમેન્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, ફર્નીચર, જ્વેલરીની દુકાનો હશે.
દુબઈમાં કેવી રીતે થાય છે શૉપિંગ ફેસ્ટિવલ
દુબઈ શૉપિંગ ફેસ્ટિવલની શરૂઆત ૧૬ ફેબ્રુઆરી ૧૯૯૬નાં થઈ હતી અને તેનો ઉદ્દેશ દુબઈ, સંયુક્ત અરબ અમીરાતમાં રીટેલ બિઝનેસને લાભ અપાવવાનો હતો. આ ફેસ્ટિવલ લગભગ ૧ મહિના સુધી ચાલે છે. વર્ષનાં પહેલા ૩ મહિનામાં આનું આયોજન થાય છે. કહેવામાં આવે છે કે આમાં ૩૦ લાખ લોકો આ ફેસ્ટિવલનો ફાયદો ઉઠાવે છે.