વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ એરપોર્ટ પર વાયુસેનાના વિશેષમાં પહોંચ્યા હતા. ત્યાંથી ગાંધીનગર પહોંચીને ગ્લોબલ ટ્રેડ શૉને ખુલ્લો મુક્યો હતો. ત્યારબાદ તેમણે પેવેલિયનની મુલાકાત લીધી હતી. તેમની સાથે વિજય રૂપાણી, જે. એન. સિંઘ જોડાયા હતા. ૨ લાખ ચોરસમીટર વિસ્તારમાં ફેલાયેલો દેશના સૌથી મોટા ટ્રેડ શોનો પ્રારંભ કરાયો હતો. ટ્રેડ શોમાં ૧૨૦૦ સ્ટોલ છે.
પ્રથમવાર યોજાનાર બાયર-સેલર્સ મીટમાં દેશ-વિદેશના ૧૫૦૦ બાયર- સેલર ભાગ લઇ રહ્યા છે. જેમની વચ્ચે ૧૦,૦૦૦ જેટલી બેઠકો યોજાશે. જેમાં ૨,૦૦૦ કરોડથી વધુનો વ્યાપાર થવાની શક્યતા છે.
વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ભારત અને આફ્રિકા વચ્ચેના વ્યાપારિક સંબંધો વધુ ઘનિષ્ઠ બનાવવાના ભાગરૂપે યોજાઇ રહેલા આફ્રિકા ડેમાં આફ્રિકા ખંડના ૫૪ પૈકી ૫૨ દેશ ભાગ લઈ રહ્યા છે. આ દેશોના ૧૦૦૦ જેટલા પ્રતિનિધિઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા છે.