૭૫૦ કરોડનાં ખર્ચે દેશની પ્રથમ પેપરલેસ SVP હોસ્પિટલનું લોકાર્પણ

563

પીએમ નરેન્દ્ર મોદીએ આજ રોજ અમદાવાદમાં દેશની પ્રથમ પેપરલેસ કહેવાતી SVP હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ. જેમાં SVP નાં લોકાર્પણમાં CM રૂપાણી, અમદાવાદનાં મેયર સહિતનાં તમામ આગેવાનો હાજર રહ્યાં હતાં. પીએમ મોદીએ આ હોસ્પિટલનું વિશેષ નિરીક્ષણ પણ કર્યુ હતું.

પીએમ મોદીએ અમદાવાદની SVP હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ. શહેરની અત્યાધુનિક હોસ્પિટલનું મોદીએ લોકાર્પણ કર્યુ. પીએમ મોદીને લઇને હોસ્પિટલ ખાતે ચુસ્ત લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આ લોકાર્પણમાં CM રૂપાણી, અમદાવાદનાં મેયર સહિતનાં તમામ આગેવાનો હાજર રહ્યાં હતાં.

હોસ્પિટલ એર એમ્બયુલન્સ ધરાવતી હોસ્પિટલ છે. એર એમ્બ્યુલન્સ માટે હેલિપેડની સુવિધા પણ આપવામાં આવી છે. પ્રથમ હેલિપેડ ધરાવતી પબ્લિક હોસ્પિટલ છે. ૧૬ માળની ૭૮ મીટરની ઉંચાઇ ધરાવતી આ હોસ્પિટલ છે.

પ્રથમ પેપરલેસ હોસ્પિટલ ધરાવનાર હોસ્પિટલ છે. ૧.૪૯ લાખ ચો.મી. ક્ષેત્રફળમાં હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૨૦ હાઇસ્પીડ પેશન્ટ લીફ્‌ટની સુવિધા પણ છે. ફાયર ઇવેક્યુએશન માટે કુલ ૮ સીડી આપવામાં આવેલ છે.

૩૨ ઓપરેશન થિયેટરની ઉત્તમ સુવિધા આપવામાં આવી છે તેમજ ૩૦૦ બેઠકવાળું હાઇટેક ઓડિટોરિયમ પણ છે. આ ઉપરાંત ૬૦૦ CCTV કેમેરા, ૧૩૦૦ જનરલ બેડ, ૧૩૯ ICU બેડ, ૧૪૦૦ કિ.મીનું વાયરીંગ, ૬૦૦૦ નેટવર્ક પોઇન્ટ, ૭૫૦ કરોડનો ખર્ચ, ૨૦૦૦ ટન ક્ષમતાનો AC પ્લાન્ટ, ૧૫૦૦ બેડ ધરાવનાર હોસ્પિટલ છે તેમજ કેસ કઢાવવાથી લઇને રજા મળે ત્યાં સુધીનાં તમામ કામ કોમ્પ્યુટરમાં જ થશે. દર્દીઓનાં ૧ હજારથી વધુ સગાઓ બેસી શકે તેવો હોલ  છે.

Previous articleગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોનો વડાપ્રધાનના હસ્તે પ્રારંભ
Next articleઇસરોના સેટેલાઇટ સાથે જોડાયું ભારતીય રેલવેનું એન્જિન