મુંબઈમાં ડાન્સબારને સુપ્રીમની લીલીઝંડી

1180

સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ અને મોટો ચુકાદો આપ્યો હતો જેના ભાગરુપે દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં ડાન્સ બારને કેટલીક શરતો સાથે લીલીઝંડી આપી દીધી હતી. સાથે સાથે કેટલાક નવા સૂચનો પણ કર્યા હતા. કોર્ટે મારાષ્ટ્ર સરકારના ૨૦૧૬ના કાયદાને યોગ્ય ગણાવીને કેટલાક નિયમોમાં ફેરફાર કરવાનો આદેશ કર્યો હતો. ડાન્સબારમાં હવે નોટ અને સિક્કા ઉછાળી શકાશે નહીં પરંતુ બારગર્લ્સને ટિપ્સ આપી શકાશે. ન્યાયમૂર્તિ એકે સિકરી અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની ખંડપીઠે કહ્યું હતું કે, ૨૦૦૫ બાદથી આજની તારીખ સુધી કોઇપણ લાયસન્સ જારી કરવામાં આવ્યા નથી. નિયમો હોઈ શકે છે પરંતુ તેના નામ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગૂ કરી શકાય નહીં. ચુકાદો આપતા ન્યાયમૂર્તિ સિકરીએ કહ્યું હતું કે, ડાન્સ સ્ટેજ અને પીવા અને ખાવા માટે અલગ અલગ જગ્યા હોઈ શકે નહીં. આની સાથે સાથે સીસીટીવી કેમેરા ફરજિયાતપણે લગાવવાની પણ વાત કરી હતી. કેટલીક જોગવાઈઓને અંગતતાના ભંગ તરીકે ગણાવીને કહ્યું હતું કે, ગંભીરતાપૂર્વક આગળ વધવામાં આવે તે જરૂરી છે. સીસીટીવી કેમેરા ફરજિયાતરુપે લગાવવાની જોગવાઈને પ્રાઇવેસીના ભંગ તરીકે ગણાવીને તેને ફગાવી દીધો હતો. કોર્ટે રાજ્યના કાયદાની દ્રષ્ટિએ આપવામાં આવેલી અશ્લિલતાની પરિભાષાને અકબંધ રાખીને ત્રણ વર્ષની સજાની જોગવાઈને પણ મંજુરી આપી હતી.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મુંબઈમાં ડાન્સબાર હવે સાંજે છ વાગ્યાથી લઇને રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. કોર્ટે ડાન્સબારમાં શરાબ પરોસનાર અને ઓરકેસ્ટ્રાને પણ મંજુરી આપવામાં આવી છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, બારમાં કોઇપણ પ્રકારની અશ્લિલતાને ચલાવી લેવાશે નહીં. આના માટે મહારાષ્ટ્ર સરકારે ત્રણ વર્ષની સજાની જોગવાઈ અગાઉ કરી હતી. કોર્ટે કહ્યું છે કે, ડાન્સબારમાં સીસીટીવી લગાવવાની બાબત ફરજિયાત રહેશે નહીં. કોર્ટે આ જોગવાઈને દૂર કરી દીધી છે. સાથે સાથે ડાન્સબારના માલિકના કેરેક્ટર સારા રહે તેવી જોગવાઈને પણ દૂર કરી દીધી છે. ડાન્સબારના માલિક કોઇ અપરાધિક ઇતિહાસમાં હોવા જોઇએ નહીં તેવી બાબતને પણ ફગાવી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું હતું કે, આ બાબતની કોઇ નક્કર પરિભાષા નથી કે કોને સારા કેરેક્ટર તરીકે અને કોને અપરાધિક ઇતિહાસ તરીકે ગણવામાં આવે. કોર્ટે કહ્યું છે કે, ડાન્સ અને માલિકની વચ્ચે વેતન ફિક્સ કરવાની બાબત યોગ્ય નથી. આ અધિકાર સરકારના નથી બલ્કે માલિક અને ડાન્સરની વચ્ચે પારસ્પરિક કોન્ટ્રાક્ટના મામલા તરીકે છે. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું છે કે, ડાન્સબારમાં એરિયા અને ગ્રાહકો વચ્ચે દિવાલ રહે તે જરૂરી નથી. સરકારે નિયમ નક્કી કર્યો હતો કે, ગ્રાહકો અને ડાન્સરોની વચ્ચે ત્રણ ફુટ ઉંચી દિવાલ બનાવવામાં આવશે જેનાથી ડાન્સ જોઇ શકાશે પરંતુ તેમના સુધી પહોંચી શકાશે નહીં. કોર્ટે કહ્યું હતું કે, મુંબઈ જેવા ક્ષેત્રમાં ધાર્મિક અને શૈક્ષણિક સ્થળોથી એક કિલોમીટરના અંતરે ડાન્સબાર હોવા જોઇએ તેવા નિયમો પણ તર્કસંગત દેખાતા નથી. મુંબઈમાં હવે વધુ પ્રમાણમાં ડાન્સબાર જોવા મળી શકે છે.

Previous articleઆજથી વાયબ્રન્ટ ગુજરાત સમિટ
Next articleપત્રકાર મર્ડર કેસ : રામ રહીમને આજીવન કેદ