ગમે ત્યારે આવશે યમ તે પેલા ભરી લ્યો પ્રીમિયમ

806

કોણ કેટલું જીવશે? કોણ ક્યારે મૃત્યુ પામશે તેની આગાહી નથી કોઈ શાસ્ત્ર વાંચક કહી શકે કે નહિ કોઈ જ્યોતિષી કેમ કે જીવન અને મૃત્યુ આપણા કર્મ સિદ્ધાંત પ્રમાણે નક્કી થાય છે જયારે આપનો જન્મ થાય છે ત્યારે જ આપણી એક્સપાયરી ડેટ નક્કી જ હોય છે મતલબ કે જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે તે છતાં આપણે આખી જિંદગી આ મારું અને આ તારું કરવામાં પરિવારની જમીનમાં ભાગ પાડવામાં ઘર ભાંગી પાડે છે. જીવન મૃત્યુની જીવન શૈયામાં આપણું મૃત્યુ ક્યારે થશે તેની જાણ આપણને નથી પરંતુ આપણા મૃત્યુ પછી આપણી પાછળ જીવનાર આપનો પરિવાર સુખેથી અને ચેનથી જીવી શકે તે માટેનું પ્રયોજન કરવું અતિઆવશ્યક છે. મૃત્યુ પછીનું પ્રયોજન કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે ઈન્સ્યુરન્સ એટલે કે જીવન રક્ષા વીમો. વિવિધ કંપનીઓ તેમાં સરકારી, અર્ધ સરકારી અને પ્રાયવેટ સેક્ટરની અનેક કંપનીઓ છે જે જીવન રક્ષા કવચની પોલિસી આપે છે અને તમારા અણધાર્યા અકસ્માતથી થતી હાની  અને આકસ્મિક અને કુદરતી મૃત્યુ બાદ તમારા પરિવાર કેટલી રકમ મળશે જેના સહારે તમારું પરિવાર વક્તિની અછત હોવા છતાં આર્થિક અછત સામે રક્ષણ પૂરું પાડે તે છે જીવન રક્ષા કવચની પાકતી રકમ. આજે આપણા ખોરાક નકલી થઇ ગયા, સારી ફક્ત ફૂલેલા છે પણ અંદર સૌ ખોખલા કેમ કે દરેક વસ્તુમાં મિલાવટ, શાક કે ફળ કોઈ વસ્તુ તમે શુદ્ધ મળતી નથી, વાતાવરણ કે પાણી તમને તાજું કે શુદ્ધ મળતું નથી તેમજ તમારી જીવનશેલી પ્રમાણે દુનિયાના ૭૦-૭૫% લોકોની પાચન ક્રિયા મંદ અથવાતો ખરાબ હશે અને દરેક બીમારીનું મૂળભૂત સ્થાન છે બીમાર પેટ. આ બધું તો ઠીક પણ સેર કરતા સવાશેર ગણીએ તેમ આપણે તાજો ખોરાક તો લેતા જ નથી પરંતુ પશ્ચિમી સંસ્કૃતિનું આચરણ કરતા આપણે દેશી ખોરાક કરતા વધારે ફાસ્ટફૂડ પસંદ કરીએ છે જેમાં આવે ચરબી અને કોલેસ્ટોર જે આપણા હૃદય અને પેટ બન્નેને નુકશાન પોંહચાડે છે તેથીજ પેલાના જમાનાના વડવાઓ કરતા હાલના માનવીનો જીવનકાળ ખુબજ ઘટી ગયો છે. ખોરાક આપણે લેતા નથી અને પછી ઉણપ સંતોષવા વિટામિન અને પ્રોટીનના ટીકડા લઈએ છીએ પરંતુ જે વસ્તુ ખાવાથી અને ચાવીને લાળ સાથે અસર કરે છે તે કદાચ ટીકડા ગળવાથી નથી મળતી. આમ આપણી જીવનચાર્ય ખુબજ દોડધામ અને અનિયમિત બની ગઈ છે તેને સુધારવાઈ કદાચ આપણા માટે અશક્ય છે અને તે જ કદાચ આપણા મૃત્યુ સમયને પાક્યા પેહલા નોતરું આપી શકે છે તો ચાલો આજથી જ આપણે આપણી આવકના સ્ટ્રીટ પ્રમાણે નિયોજન કરીને આપણે પણ આપણા પરિવારના દરેક સભ્યનો જીવન રક્ષા કવચ લઈને આપણું અને આપણા પરિવારનું ભવિષ્ય ઉજળું બનાવીએ. આપણને ખબર જ છે હાલના તમે જો કોઈ એક વ્યક્તિનું મેડિકલમ અને ઈન્સ્યુરન્સ લેવા જાવ તો સારો એવો ખર્ચો લાગી જાય છે કામ સે વાર્ષિક ૩ કે ૫ હજાર સિવાય મળતું નથી એવામાં આપણી સરકાર એટલે કે ગરીબોની સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા વિવિધ આરોગ્ય લક્ષ્મી સ્કીમો બહાર પાડવામાં આવી છે જેમાં છે માં અમૃતમ કાર્ડ અને પ્રધાન મંત્રી બીમાં યોજના કે જેના પ્રતાપે તમે તમારા પરિવાર પર આવેલી આર્થિક સંક્રમણ સામે રક્ષણ સમાન સાબિત થાય છે અને વિવિધ મેડિકલ સારવારમાં મદદરૂપ થાય છે તો આવો આપણે સહુ ભેગા મળીને આપણા કુટુંબનું રક્ષણ પૂરું પાડવા જીવનવીમા સમાન વીમા રક્ષણનું પ્રિમયમ ભરીને આપણી આવનારી જિંદગીને સલામત કરીએ નહિ તો આવનારા સમયમાં આપણું કે આપણા પરિવારના કોઈ પણ સભ્યનું અકાળે મૃત્યુ થાય તો ભલે તેની સાક્ષાત અછત ન સંતોષાય પરંતુ તેની ગેરહાજરીમાં તેની પાછળ થયેલી ખોટ સમક્ષ આ જીવન વિમાની રાશિ થોડી ઘણી સહાયક પુરવાર થાય તો તે આપના જીવન નિર્વાહમાં કવચ સમક્ષ સાબિત થશે અને આપણી સ્વજનોને ગામ પાસે પૈસાની માંગણી કરીને શરમાવું ન પડે.

Previous articleગાંધી આચાર અને નીતિ સદા સર્વદા લાઈવ
Next articleGPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે