ભીમડાદથી કાળુભાર સુધીની પાઈપ લાઈન નાખવાનું કામ પુર્ણ થવામાં

2196

સૌની યોજના  ફેઝ ૨ માં  લીક – ૨ એટલેકે ભીમડાદથી  કાળુભાર ડેમ માં નર્મદા નું પાણી પોહચાડવા માટે ની પાઈપલાઈન નાખવા નું કામ હાલ પૂર્ણતા ના આરે . .જેમાં ભીમડાદ થી શેત્રુંજી યોજના જે ૭૪ કિલોમીટર થાય છે .આગામી દિવસોમાં ખેડૂતો અને લોકોને પાણી ની તગી થી મળશે રાહત .સોની યોજના અતર્ગત નર્મદા ના નીર આવશે જેથી ખેડૂત હવે બારેમાસ કરી શકશે ખેતી . રાજય સરકાર દ્વારા તમામ શહેરો અને ગામડાઓમાં પાણીની સમસ્યા હલ કરવા ના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે સૌની યોજના અંતર્ગત ખાલી રહેલા બંધો તેમજ ડેમોમા નર્મદાનું પાણી કરોડો રૃપિયાનો ખર્ચ કરી પાઈપલાઈન દ્વારા લાવી તળાવો ભરવામાં આવે છે .ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સૌની યોજના  ફેઝ ૨ માં  માં બીજો તબક્કો  નું  શુભારંભ  ૧૭ એપ્રિલ ૨૦૧૭  ના રોજ બોટાદ ખાતે કરવામાં આવેલ . સૌની યોજના  ફેઝ ૨ માં  લીક – ૨ એટલેકે ભીમડાદ થી શેત્રુંજી ડેમ માં નર્મદા નું પાણી પોહચાડવા માટે ની પાઈપલાઈન નાખવા નું કામ હાલ પૂર્ણતા ના આરે છે .જેમાં ભીમડાદ થી શેત્રુંજી યોજના જે ૭૪ કિલોમીટર થયા છે જેમાં પાઈપલાઈન મારફત બોટાદ જિલાના માલપરા તથા કાળુભાર તેમજ ભાવનગર જિલાના રઘોલા ,હણોલ ,રજાવળ ,ખારો  થઈ શેત્રુંજી માં પાણી છોડવામાં આવશે .જેથી કુલ ૭ ડેમો ભરાશે .જેમાં કુલ ત્રણ પેકેજમાં કામો હાથ ધરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ કામ પૂર્ણ થતા આ વિસ્તારના લોકોને ખુબજ ફાયદો થશે કારણે આ વિસ્તરના લોકો મુખ્ય તવે વરસાદ આધરિત ખેતી  કરે છે. ત્યારે આ પાઈપલાઈન નાખવાથી હવે જે તળાવો ,ડેમ કે ચેકડેમ જે ખાલી ખમ છે તેમાં નર્મદા ના નીર આવશે અને ખેડૂતો પણ હવે બારેમાસ ખેતી કરી શકશે ત્યારે ખેડૂતો દ્વારા આ યોજનાને ખુબજ ગણાવાઈ રહી છે.

કયા ડેમ નર્મદાના નીરથી ભરાશે

ભીમડાદ ડેમ થી કાળુભાર ડેમ ૦૦ કિમીથી ૨૭.૭૭૧ કિમી ના કામોનો અદાજીત રકમ ૬૭૬ કરોડનો સમાવેશ થાય છે આ પાઈપલાઈન થી માલપરા ડેમ તથા કાળુભાર ડેમ ભરવાનું આયોજન છે.

કાળુભાર ડેમથી રઘોલા ડેમ ૨૭.૭૧૧ કિમીથી ૪૨.૬૨૧ કિમી (૧૪.૯૧૦ લબાઈ ) કામોની આદજીત રકમ રૂ ૩૫૬ કરોડ નો સમાવેશ થાય છે .આ પાઈપલાઈન થી રઘોલા ડેમ ભરવાનું આયોજન છે .

રઘોલા ડેમ થી શેત્રુંજી ડેમ ૪૨.૬૨૧.કિમીથી ૭૩.૯૩૩ કિમી (૩૧.૩૧૨ લબાઈ ) કામોની અદાજીત રકમ ૬૬૩ કરોડનો સમાવેશ થાય છે આ આ પાઈપલાઈન થી હણોલ ડેમ, રજાવળ ડેમ ,ખારો ડેમ તથા શેત્રુંજી ડેમ ભરવાનું આયોજન છે.

આ તબકકા -૨ ના કામો પૂણ થયે ૭ જળાશયોના ૧.૧૪.૩૭૨ એકર વિસ્તારમાં સીચાઈ ની સુવિધા મળશે અને બોટાદ ,,ગઢડા ,ભાવનગર ,પાલીતાણા,ગારીયાધાર અને ઉમરાળા શહેર ની પીવાના પાણીની સમસ્યા દુર થશે.

Previous articleશિશુવિહારમાં પુસ્તક મેળો યોજાયો
Next articleમકરસંક્રાંતિ પર્વે લાઠીમાં ઘાયલ પક્ષીઓની સારવાર