લાઠી તાલુકામાં મકરસંક્રાતિના પર્વ પર વન વિભાગની સેવા તાલુકામાં દરેક પશુ ચિકિત્સકોએ સ્ટેન્ડ ટુ રહી જન જાગૃતિ માટે અપીલ કરી હતી. વન વિભાગ દ્વારા પતંગ દોરાથી ઘાયલ થયેલ મુક જીવો અબોલ પક્ષીઓ ત્વરિત સ્થળ પર પહોંચી હેલ્પ કરવાની વ્યવસ્થા સાથે તાલુકા ભરના દરેક પશુ ચિકિત્સકોએ લાઠી દામનગર બાબરા સહિત શહેરી વિસ્તારોમાં મેડિકલ કેમ્પ ખોલી સુંદર સેવા બજાવી હતી. પશુ ડોકટર દ્વારા પતંગ દોરાથી ઘાયલ પશુ પક્ષીઓ માટે હેલ્પ લાઈન ખોલી હતી.