રાજકોટ યુવાબારોટ સોશીયલગૃપ દ્વારા આયોજીત પૂજય મોરારિબાપુના હસ્ત્ સૌ પ્રથમ વહીવંચા મહોત્સવમાં ૪ મહાપ્રસંગો ઉજવાયા છાત્રાલય વહીવંચા બારોટ સમાજવાડી તેમજ મહાકવી ચંદબરદાઈજીની મુર્તિનું અનાવરણ તેમજ ભવ્ય સંતવાણી તેમજ સન્માન સમારોહ સાથે પ૦૦૦ બારોટ સમાજની ઉપસ્થિતિ મા મહાપ્રસાદનું આયોજન થયું મોરારિબાપુ દ્વારા પ૧ હજારનું દાન અપાયું.
રાજકોટ રતનપર ખાતે યુવા બારોટ સોશીયલગૃપના પ્રમુખ કનકભાઈ બારોટની ટીમ દ્વારા આયોજીત વહીવંચા મહોત્સવમાં રૂા. દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલ વહીવંચા વાડી તેમજ છાત્રાલય સહિ ઈતિહાસિક ૪ મહાપ્રસંગો ઉજવાયા પૂજય મોરારીબાપુના હસ્તે ચંદબરદાઈ બારોટની ભવ્ય મૂર્તિનું અનાવરણ જ ેણે કરોડો રૂપિયાની જમીનનું દાન આપેલ તેવા પ્રવિણસિંહ ઝાલાના સન્માન સમારોહમાં રાજસ્થાનથી પધારેલ રાજય રાજયમંત્રી મહેન્દ્રસિંહ બોરાજ તેમજ વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમેશ્વર બ્રહ્મભટ્ટ પ્રદેશ પ્રમુખ શંભુજી રાવ બારોટ, સતીષભાઈ, અમરૂભાઈ બારોટ, દિનેશભાઈ બારોટનું બનાસકાંઠા ગ્રુપ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લા તાલુકાના પ૦૦૦ બારોટ સમાજની હાજરીમાં સંત શાંતિ દાસબાપુ સાથે અને મોરારીબાપુ દ્વારા મહાકવી ચંદબરદાઈ બાપુની દિવ્ય મુર્તિનું અનાવરણ બાદ પૂજય મોરારીબાપુ સંતો મહંતો રાજકીય આગેવાનોની હાજરીમાં પ્રસિદ્ધ ભજન સમ્રાટો જગમાલ બાપુ, લક્ષ્મપ બાપુ બારોટ, બારોટ સમાજનું ગૌરવ તેવા નિરવ બારોટના આમંત્રણને માન આપી પધારેલ યુવા ભજન સમ્રાટ બિરજુ બારોટ, લોક સાહિત્ય સમ્રાટ ગુલાબદાન બારોટ, ભાસ્કર બારોટ, ધમભા બારોટ રાજુલા, નિરવ રેણુકા મુંબઈ સાગરબારોટ તળાજા સહિત ૩૦ જેટલા ખ્યાતનામ કલાકારોએ સંતવાણી કાર્યક્રમમાં સૌને મંત્ર મુગ્ધ કરી દીધા.