મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રોડ-રસ્તા સહિત વિકાસ કામો આડેધડ કરવામાં આવી રહ્યાં છે. જેમાં મોતીતળાવથી કુંભારવાડાના રસ્તા ઉપર આરસીસી રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ રસ્તાની બરાબર વચોવચ પીજીવીસીએલના વીજપોલ છે તેને હટાવવાની કામગીરી કરવાના બદલે રોડનું કામ શરૂ કરી દીધુ. હવે જ્યારે વીજપોલ હટાવાશે ત્યારે ઉપર ખાડા પડશે અને નહીં હટાવાય તો અકસ્માતનો ભય રહેશે ત્યારે તંત્ર દ્વારા વિકાસના નામે પ્રજાના નાણાનો વેડફાટ કરવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.