ઓસ્કાર માટે નોમિનેશન મેળવનારા ફિલ્મ સર્જક અશ્વિન કુમારની ફિલ્મ ’નો ફાધર્સ ઇન કશ્મીર’ પરથી પ્રતિબંધ ઊઠાવી લેવાની વિનંતી આલિયા ભટ્ટે કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડને કરી હતી.આ ફિલ્મમાં આલિયાની માતા અભિનેત્રી સોની રાઝદાન ચમકી રહી છે. હાલ કશ્મીરમાં એટલા બધા પુરુષો હણાઇ રહ્યા છે કે સિક્યોરિટી દળો દ્વારા એરેસ્ટ થઇ રહ્યા છે કે અનેક ઘરોમાં બાળકોના પિતા જોવા મળતા નથી. આ સંવેદનશીલ વિષય પર અશ્વિન કુમારે ફિલ્મ બનાવી છે જેને સેન્સર બ ોર્ડે બેન કરી છે. આ ફિલ્મ પરનો પ્રતિબંધ ઊઠાવી લેવા અગાઉ ફિલ્મ સૃષ્ટિના મોટા ભાગના સર્જકો અને અદાકારોએ સેન્સર બોર્ડને અપીલ કરી હતી જેમાં કોંગ્રેસી નેતા સાંસદ શશી થરૃર અને સ્વરા ભાસ્કર જેવા લોકોનો સમાવેશ થાય છે. હવે મોખરાની અભિનેત્રી આલિયા ભટ્ટે સોશ્યલ મિડિયા પર એક સંદેશો મૂકીને સેન્સર બોર્ડને વિનંતી કરી હતી કે તમે નો ફાધર્સ ઇન કશ્મીર ફિલ્મનો પ્રતિબંધ રદ કરો અને ફિલ્મને રજૂ થવા દો. અશ્વિન કુમારની આ ફિલ્મ ગયા વર્ષના જુલાઇમાં સેન્સર સર્ટિફિકેટ માટે રજૂ થઇ હતી અને સેન્સર બોર્ડે એને છેક ઓક્ટોબરમાં જોઇ હતી.સેન્સર બોર્ડે એ સર્ટિફિકેટ આપવાનો નિર્ણય જાહેર કરતાં અશ્વિન કુમારે આ નિર્ણયને એપેક્સ બોડી (ટ્રાઇબ્યુનલ)માં પડકાર્યો હતો. ટ્રાઇબ્યનલે પણ એ સર્ટિફિકેટનો આગ્રહ સેવ્યો હતો.