આવનારી ૩૦ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ અને સુરતની મુલાકાતે છે, સુરતમાં પીએમ મોદી ૩થી૪ કાર્યક્રમમાં હાજરી આપશે. ભારતની આઝાદીમાં પાયાનો પથ્થર સાબિત થયેલી દાંડીકૂચ અને આજે પણ એના સંસ્મરણો સાચવી રાખનારા નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે આકાર લઇ રહેલા ગાંધી સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ સ્મારકને આગામી ૩૦ જાન્યુઆરીના રોજ ગાંધી નિર્વાણ દિને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વ ફલક પર મુકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાપર્ણ અને પહેલી ઇન્ટરનેશનલ ફલાઇટને લીલીઝંડી આપશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરતના રિંગરોડ ખાતે આવેલી વિનસ હોસ્પિટલને પણ ખુલ્લી મુકવામાં આવશે.
પહેલા આ હોસ્પિટલ સુરતના રામપુરા વિસ્તારમાં હતી. ૧૧૨ વર્ષ જુની અશાકતાશ્રમની આ હોસ્પિટલ છે. હવે એક નવા નામથી રિંગરોડ ખાતે આ હોસ્પિટલ બનવવામાં આવી છે. જે શ્રીમતી રસિલાબેન સેંવતીલાલ શાહ વિનસ હોસ્પિટલના નામ થી ખુલ્લી મુકવામાં આવશે. ૨૦૧ બેડ ધરાવતી મલ્ટી સુપર સ્પેશ્યલીટી ધરાવતી આ હોસ્પિટલમાં અત્યંત આધુનિક સાધનો સાથે શરૂ કરવામાં આવી રહી છે. જે ગરીબો માટે પણ સારા દિવસો લાવશે. વિનસ હોસ્પિટલ એક ટ્ર્સની હોસ્પિટલ છે. જેમાં ગરીબો માટે હોસ્પિટલમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના, મા વાત્સલ્યા યોજના અને પ્રધાનમંત્રીના હસ્તે બનાવેલી આયુષમાં ભારત યોજના છે. જેનો લાભ છેલ્લા એક મહીનમાં ૨૫ જેટલા દર્દીઓએ લીધો છે, જેમાં દર્દીઓએ એન્જોગ્રાફી ,એન્જોપ્લાસ્ટી અને મગજની સર્જરી જેવી પણ થઈ છે.