વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘઘાટન સમારોહમાં હાજર રહેલા ઉદ્યોગપતિઓ પૈકી કુમાર મંગલમ બિરલાએ કહ્યુ હતુ કે બિરલા ગ્રુપ દ્વારા આગામી ત્રણ વર્ષમાં ગુજરાતમાં ૧૫૦૦૦ કરોડ રુપિયાનુ રોકાણ કરવામાં આવશે.
તેમણે કહ્યુ હતુ કે બિરલા ગ્રુપ સ્ટેપલ ફાઈબર અને કેમિકલ, ફિલામેન્ટ, કોસ્ટિક સોડા, તાંબુ , ખાણ ખનિજ, સોલર એનર્જી સેક્ટરમાં આ રોકાણ કરશે.મને ગર્વ થાય છે કે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં પણ મારી જ કંપનીનો સિમેન્ટ વપરાયો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્વરુપે ગુજરાતે ભારત અને ભારતીયોને ગર્વ કરવા માટે વધુ એક કારણ આપ્યુ છે. તેમણે ગુજરાત અને ચીનની સરખામણી કરતા કહ્યુ હતુ કે ગુજરાતનો વિકાસ ચીન સાથે મેળ ખાય છે.