૬ કરોડ ગુજરાતીઓનુ સ્વપ્ન મારુ સ્વપ્ન છે, ગુજરાતમાં ૫ય્ શરુ કરીશુંઃ મુકેશ અંબાણી

1570

ગાંધીનગર ખાતે નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા છે. વડાપ્રધાન મોદીએ આ સમિટને ખુલ્લી મૂકી હતી.

સમિટ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી ઉપસ્થિત રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સંબોધન કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે, વાઇબ્રન્ટમાં ભાગ લેવો એ મારા માટે ગૌરવની વાત છે. સાથે જ તેમણે છ કરોડ ગુજરાતીઓના સ્વપ્નને પોતાનું સ્વપ્ન ગણાવ્યું હતું.

મુકેશ અંબાણીએ જણાવ્યુ કે, “વાઇબ્રન્ટ સમિટનમાં ભાગ લેવો એ મારા માટે ગૌરવની વાત છે. છ કરોડ ગુજરાતીઓનું સપનું એ મારું સપનું છે. ગુજરાત આખા વિશ્વમાં સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાત રાજ્ય રિલાયન્સની જન્મ અને કર્મભૂમિ રહ્યું છે. આપણે આપણા ગુજરાતના સ્ટાર્ટઅપ, ફાયનાન્સ, ખેતી, સ્વાસ્થ્ય અને ટેક્નોલોજી તેમજ સ્માર્ટ ગામો બનાવવામાં નંબર એક બનાવવાનું છે.

મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યું કે, “પીએમ મોદીના આગેવાનીમાં દેશનો વિકાસ ઝડપી બન્યો છે.” સાથે જ તેમણે કહ્યું હતું કે ડિજિટલ ગુજરાત માટે ર્ત્નૈ પ્રતિબદ્ધ છે. મુકેશ અંબાણીએ એમ પણ જણાવ્યું હતું કે ર્ત્નૈ નેટવર્ક ૫ય્ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણી ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભારતનો ડેટા વિદેશી કંપની પાસે ન જાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવે.

મુકેશ અંબાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે રિલાયન્સ પંડિત દિનદયાફ્ર પેટ્રોલિયમ યુનિવર્સિટી માટે રૂ. ૧૫૦ કરોડ ફાળવશે. સાથે તેમણે જણાવ્યું હતું કે પીડીપીયૂ દેશની સર્વશ્રેષ્ટ યુનિવર્સિટી બનશે.

Previous articleઅદાણીએ અગાઉ જાહેર કરેલું રપ હજાર કરોડનું રોકાણ કાગળ પર, નવી જાહેરાત !
Next articleઆખો દેશ ગુજરાત મૉડલને અનુસરે છેઃ મોદી