આખો દેશ ગુજરાત મૉડલને અનુસરે છેઃ મોદી

793

વૈશ્વિક કક્ષાએ ગુજરાતને બ્રાન્ડ તરીકે સ્થાપિત કરનારી ઉદ્યોગ જગતની મહત્વની ઇવેન્ટ ગણાતા વાઇબ્રન્ટ સમિટની ૯મી એડીશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે દેશ વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ અને ડેલિગેટ્‌સની ઉપસ્થિતિ માં ભવ્ય ઉદ્દઘાટન કરી દીધું છે. વાઈબ્રન્ટ કાર્યક્રમના પ્રારંભમાં ગુજરાતી ગીતોની સુરાવલી રેલાઈ હતી. કલાકારો દ્વારા સુમધુર સંગીતનું રસપાન કરાવવામાં આવ્યું હતું.

વાઈબ્રન્ટ સમિટના ડાયસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત રાજ્ય અને દેશના ટોચના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીએ વાઈબ્રન્ટ કાર્યક્રમનું પ્રારંભિક સંબોધન અંગ્રેજીમાં કર્યું હતું ત્યારબાદ તેઓએ તમામ મહાનુભાવોને ગુજરાતીમાં સ્વાગતમ્‌ – સુસ્વાગતમ્‌ કહીને આવકાર આપ્યો હતો.

વાયબ્રન્ટ ગુજરાતમાં પીએમ મોદીએ પોતાનું ભાષણ આપ્યું હતું. ભાષણની શરૂઆત ‘ભારત માતા કી જય’ના સૂત્રોચ્ચાર સાથે કર્યો હતો. તેમના ભાષણથી દેશવિદેશના મહાનુંભાવોએ ખુશીની લાગ્ણી વ્યક્ત કરી હતી. પીએમે વધુમાં કહ્યું કે, અહીં માત્ર ગુજરાતના જ નહીં વિવિધ દેશોના લોકોને જોઇને ગર્વ મહેસૂસ થાય છે. આ પ્રસંગ હવે દેશનો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ બની ગયો છે.વાઇબ્રન્ટ શુભારંભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના આંગણે આવેલા તમામ દેશ-વિદેશના મહાનુભવા ેનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, ભારત એક ઝડપથી વિકાસ પામી રહેલો દેશ છે અને અહીં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના વાતાવરણને પગલે આગામી સમયમાં ભારત વ્યાપાર માટે સૌથી શ્રેષ્ઠ દેશ બની રહેશે. ભારતની ક્ષમતા તેમજ કૌશલ્ય ધરાવતા યુવાનો દેશની પ્રગતિના ભાગીદાર બનશે અને દેશ વધુ ઝડપથી વિકાસની હરણફાળ ભરશે. ભારતમાં એફડીઆઈનો ધોધ અવિરત રહ્યો છે. વિતેલા ચાર વર્ષમાં ૨૬૩ અબજ ડોલરનું વિદેશી ભંડોળ દેશમાં ઠલવાયું છે.વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, ‘ભારતમાં જે નિયમિત આવે છે તેઓ પરિવર્તનને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. છેલ્લા ચાર વર્ષમાં સરકારનું ફોકસ ગર્વનમેન્ટ પર ઓછું પરંતુ ગર્વનન્સ પર વધુ રહ્યું છે. રીફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ પર અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.’ અમે અમારી સંપૂર્ણ કાર્યક્ષમતાને આડે રહેલા અડચણોને દૂર કરવા પ્રયાસ કર્યો છે. ભારત હવે કયારેય ના કરેલા વ્યાપાર માટે તૈયાર છે. અમે છેલ્લા ચાર વર્ષમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની વર્લ્ડ બેન્કની યાદીમાં ૬૫ રેન્કનો કૂદકો લાગાવ્યો છે. ૨૦૧૪માં રેન્ક ૧૪૨મો હતો જે હવે ૭૭માં ક્રમે છે. મે મારા સહયોગીઓને અપીલ કરી છે કે ભારતે આટલા ક્રમથી સંતોષ ના માનીને ટોચના ૫૦ દેશોમાં સ્થાન મેફ્રવવા પ્રયાસ કરવો જોઈએ. મોદીએ જણાવેલ કે, જીએસટીથી ટેકસ માફ્રખું સરફ્ર બનાવ્યું છે. ટ્રાન્ઝેકશન ખર્ચમાં ઘટાડો થયો છે. એફડીઆઈમાં ભારત સૌથી વધુ ઓપન દેશોમાં સ્થાન ધરાવે છે. ૯૦ ટકા કરતા વધુ એફડીઆઈ રોકાણને ઓટોમેટિક રૂટથી માન્યતા આપવામાં આવે છે. ૨૬૩ અબજ ડોલરનું એફડીઆઈ રોકાણ ૪ વર્ષમાં થયું છે. છેલ્લા ૧૮ વર્ષની તુલનાએ આ ૪૫ ટકા જેટલું રોકાણ છે.  ડિજિટલ પેમેન્ટ સહિત સરકારી લાભોની સીધી ખાતામાં ફાફ્રવણી પણ શરૂ કરી છે. ભારત સાથે બિઝનેસ એક શ્રેષ્ઠ તક છે. ભારત એક વૈશ્વિક સ્પર્ધાત્મક ઉત્પાદન વાતાવરણ પુરું પાડે છે. નોલેજ અને એનર્જીની અપાર ક્ષમતા રહેલી છે. વધી રહેલો જીડીપી અને મીડલ કલાસ તેમજ પર્ચેઝિંગ પાવર આ બજારને સૌથી વધુ સક્ષમ બનાવે છે.

વાયબ્રન્ટમાં મોદીએ દેશના જીડીપી અને મંદી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ૧૯૯૧થી તમામ સરકારોની સરખાણણીએ અમારી સરકારમાં સરેરાશ ૭.૩ ટકા જીડીપી ગ્રોથ રહ્યો છે.

બીજી બાજુ મંદીનો સામાન્ય રેટ ૪.૬ ટકા છે, તે પણ સૌથી નીચો છે. અમે યુવાનોને રોજગારીની તકો ઉભી કરવામાં કોઇ કસર છોડી નથી. અને આગામી સમયમાં પણ રોજગારીની અનેક તકો ઉભી કરવામાં આવશે. ‘મેક ઇન ઇન્ડિયા’માં રોકાણ, કે પછી ‘સ્કિલ ઇન્ડિય’ અને ‘ડિજીટલ ઇન્ડિયા’ જેવા કાર્યક્રમો હોય, અમારો હેતુ તો એક જ છે રોજગારી.

Previous article૬ કરોડ ગુજરાતીઓનુ સ્વપ્ન મારુ સ્વપ્ન છે, ગુજરાતમાં ૫ય્ શરુ કરીશુંઃ મુકેશ અંબાણી
Next articleયુપીમાં ૧૦ ટકા અનામત અમલી કરવાને લીલીઝંડી