નરેન્દ્ર મોદી – રાહુલ ગાંધી આમને સામને પ્રજા સાઈડમાં

919
gandhi11122017-3.jpg

વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લુણાવાડા, બોડેલી, આણંદ અને મહેસાણામાં જાહેરસભા સંબોધી હતી. અને રાહુલ ગાંધી તેમજ કોગ્રેસને આડે હાથ લીધી હતી, તો બીજી બીજુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે પાટણ, વડનગર, પાલનપુર, હારીજમાં જાહેરસભા સંબોધી હતી. અને વડાપ્રધાન મોદી અને ભાજપ પર પ્રહારો કર્યા હતા ભાજપ અને કોગ્રેસ બંન્ને એક બીજા પર પ્રહારો કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય અંશો આ પ્રમાણે છે. કાશ્મીરના સલમાન નિઝામી સેનાને બળાત્કારી કહે છે. મને મારા મા-બાપ કોણ છે તે પૂછે છે. મારા મા-બાપ મારો દેશ જ છે. 
નિઝામી કહે છે કે દરેક ઘરમાંથી અફઝલ નીકળશે-મુસલમાનોને અનામત મળી નથી હવે અન્ય સમાજને લોલીપોપ પકડાવી છે.જામીન પર છૂટેલા મા-દીકરો મોદીને ગાળ બોલે છે રાજમહેલમાં જન્મેલાને ગરીબીનો ખ્યાલ નથી,
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના મુખ્ય અંશો આ પ્રમાણે છે. મોદીએ કહ્યું કે તેઓ નર્મદા જળના મુદ્દે ચૂંટણી લડશે પણ પાણી ક્યારેય ખેડૂતો સુધી પહોંચ્યું જ નહીં,પછી કહ્યું ઓબીસી મુદ્દે ચૂંટણી લડાશે પરંતુ તે પણ ન ચાલ્યું એટલે વિકાસનો મુદ્દો ઉપાડ્‌યો, મણિશંકર ઐય્યરે તેમના વિશે અપશબ્દો કહ્યાં એટલે મોદીએ કહ્યું કે તેમના માટે આ મુદ્દો છે. અમારી સરકાર શિક્ષણ-આરોગ્ય માટે નાણાં ખર્ચશે, મોદી દેશના ચોકીદાર નહીં, ભ્રષ્ટાચારના ભાગીદાર.

Previous articleસેકટર ૩૦ પાસેથી સર્વેલન્સ ટીમે સાહિત્ય પકડયું
Next articleતાતણીયા ગામેથી પત્ની અપહરણ કરનાર અપરાધીઓને પકડી કાર્યવાહી કરવા પતીની માંગ