શબ્દ સાંભળી દરેકનું મન હરખાય ઉઠે છે કેમ કે રજા કોને ન ગમતી હોય પરંતુ સરકારી કર્મચારીને જે પ્રમાણે રજા મળે છે તેને હિસાબે અર્થતંત્રને ખુબ મોટું નુકશાન પોહ્ચે છે. એક ગણતરી પ્રમાણે મહિના કુલ ૪ શનિવારમાંથી ૨ શનિવાર અને ૪ રવિવાર એટલે દરેક મહિનાની ૬ રજા એટલે વાર્ષિક ૧૨ * ૬ = ૭૨ રજા તો ફિક્સ ત્યાર બાદ બેન્ક દ્વારા વર્ષમાં ૨-૩ વાર સ્ટ્રાઇક કરવામાં આવે છે એટલે ૭૨+૩ =૭૫. ત્યાર બાદ વર્ષના તહેવારની આશરે ૩૦ રજા અને બીજી વર્ષની લગભગ ૧૫-૧૭ રજા તો દરેક સરકારી કર્મચારીઓને મળે છે એટલે કુલ આખા વર્ષની દરેક સરકારી કર્મચારીને લગભગ ૧૨૦ જેવી રજા મળે છે એટલે તમે ગણવા જાવ તો ૧૨૦ / ૩૬૫ એટલે ૩૩% રજા સરકારી કર્મચારીઓને મળે છે. આટલી રજા મળવા સાથે સાથે દરેક ભથ્થાઓ પણ મળે છે તેમ છતાં વારંવાર સરકારી કર્મચારીઓની સ્ટ્રીકનું કારણ શું ? આમ અપને ગણતરી કરવા જઈએ તો વર્ષના ૧૨ મહિના પ્રમાણે દરેક સરકારી કર્મચારીઓને ૪ મહિના રજા મળે તેમ છતાં દરેક સરકારી કામ કરવા માટે પ્રજાને અનેક ધક્કા ખાવા પડે છે. દરેક સરકારી દફ્તરો પ્રજાના પૈસે ચાલે છે. લખો કરોડો રૂપિયા ટેક્સ ભરીને આપણે સરકારને ચાલવા માટે ભોગદાન આપીએ છીએ તો પછી આટલી બધી મોંઘવારી અને ભાવવધારાનું નુકશાન પણ પ્રજાને જ ભોગવવું પડે છે. શું પ્રજા મૂર્ખ છે શું પ્રજા અભણ છે તેને ખબર નથી પડતી ? સરકારી કર્મચારી પ્રજા સાથે અપને તેમના નોકર હોય તેવું વર્તન કરે છે. આપણા પૈસે જેના ઘરનો રોટલો શેકાય છે તેવા લોકો આપણા ઉપર એવો વટ અને હુકુમત કરે છે કે જાણે આપણે તેમના ઘરમાં ચોરી કરી હોય. બેંકમાં જાવ તો ૧૦.૩૦ પેહલા કામ નહિ થાય સાંજે ૪ વાગ્યા પછી અંદર આવવું નહિ તો શું અમારે તમારા નિયમ પ્રમાણે કામ કરવાનું હોય તો પછી શનિવારની રજા બંધ કરી દો. વર્ષની મળતી ૧૫-૨૦ મફતની રજા બંધ કરી દો. તહેવાર કે શાણવીર કે રવિવાર હોય ત્યારે જો ગ્રાહક દ્વારા બેંકમાં હફ્તાના પૈસા ન હોય તો તમે તેનો ચાર્જ લગાડો છો તો પછી તમે જેમ હફતો રાજાના દિવસે કાપી શકો છો તો પછી રજાના દિવસે બેન્ક ચાલુ રાખો. ખરેખર સરકારી કર્મચારી પ્રજાને મૂર્ખ બનવાનો ધંધો કરે છે. આમ તો સરકારને દરેક વસ્તુની ખબર જ હોય છે પરંતુ સરકારે આના પાર વિશેષ પ્રકારનું ધ્યાન દોરીને પ્રજાલક્ષી નિર્ણય લઈને દરેક સરકારી દફ્તરમાં મળતી રાજમાં કાપ મુકવો જોઈએ અને પ્રજાના હિતમાં કામ થાય તેવા નિર્ણય લેવા અનિવાર્ય છે. રજામાં સરકારી કાર્યાલય ચાલુ રહે તો તેના વેપાર વધશે તો છેવટે સરકારની આવકમાંજ ફાયદો થશે. હું તો એમ કાવ છું કે આપણા દેશના વડાપ્રધાન કે જેમને છેલ્લા ૨ વર્ષમાં એટલે કે સળંગ ૭૩૦ દિવસમાં એક પણ રજા લીધા વગર સતત ૧૮ કલાક કામ કર્યું છે જે દેશનો રાજા એટલે કે પ્રધાનમંત્રી જે આટલું સરસ અને નિષ્ઠાપૂર્વક કામ કરે છે તો તેની પ્રજા એટલે કે દરેક સરકારી દફ્તરો શું કામ આવી નકામી રજા પાડીને પ્રજાનો અને દેશના આર્થિક વિકાસમાં ભંગાણ પાડે છે. સરકાર દ્વારા આના વિરુદ્ધ કડક જુમ્બેશ કરીને કોઈક કડક કાયદો લાવીને આ વગર કામની રજામાં ઘટાડો કરવો જોઈએ જેથી કરીને રાજાના કારણે જે આર્થિક વહીવટમાં લોચા અને તકલીફ પ્રજા દ્વારા ભોગવવામાં આવે છે તેની અંદર ઘટાડો થાય અને દિન પ્રતિદિન સરકાર અને પ્રજાના સાથ સાથે ભારતનું અર્થતંત્ર આખા વિશ્વનું ચોખ્ખું અને ચતુર અર્થતંત્ર બને અને જલ્દીથી જલ્દી ભારત મહાસત્તાનું બિરુદ હાંસલ કરે જેથી કરીને પાકિસ્તાન અને ચીન જેવા નાપાક દેશ આપણા પાર આતંકી હુમલો કરીને આપણી પ્રજા સમક્ષ ડર અને મોતનો ભય કરવા અસમર્થ બને.