૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનમાં તા.૧૭-૧-ર૦૧૯ના રોજ થર્ડ પાર્ટી ફોન આવેલ કે એક ઘરમાં બેનને પુરીને ખૂબ જ માર મારે છે. આથી ૧૮૧ની ટીમ કાઉન્સેલર પટેલ દિવ્યાબેન, પાઈલોટ નિલેશભાઈ ચુડાસમા તેમજ કોન્સ્ટેબલ અસ્મિતાબેન બથવાર બેનની મદદ માટે તેના ઘરે તાત્કાલિક પહોંચેલ.
બેનના ઘરે પહોંચતા માણવા મળ્યું કે બેનનો ર વર્ષનો દિકરો છે અને તેના છુટાછેડા થઈ ગયેલ હોય આથી સામાજીક રીતે છુટાછેડા બાદ સંતાન પિતાની પાસે રહે તેવું હોય આમ બેનના પિતા કોઈપણ ભોગે તેના બાળકને રાખવા તૈયાર ન હોય અને બેન પોતાનું બાળક છોડવા માંગતા ન હતા. આથી તેમના પિતા અને ભાઈ તેમને માર મારતા તેમજ બાળક તેની સાસરીયાને આપવા માંગે છે.
બેન પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી નિકળી હતી અને બાળક બેનના પિતા લઈને જતા રહેલ તેથી બોટાદ ૧૮૧ની ટીમે બેનના પિતાને સમજાવી બાળક સુરક્ષિત પાછુ મેળવીને બેનને સોપેલ સાથે જ બાળક માત્ર ર વર્ષનું હોય અને તેને માતાના પ્રેમ-હુંફની ખાસ જરૂરીયાત હોવાથી બેનના સાસરીયા જોડે પણ વાતચીત કરીને અને બેનના સાસરી પક્ષ પણ રાજીખુશીથી બાળક તેની માતાની પાસે રહેવા દેવા સંમત થયેલ.
આમ સમાજના રિતરિવાજો કરતા માતાનો પ્રેમ અને બાળકની સુરક્ષા અને જરૂરીયાત મહત્વની ધ્યાનમાં રાખી ૧૮૧ની ટીમ અને બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ બન્ને પક્ષનું કાઉન્સેલીંગ કરીને બાળકને તેની માતાને સોંપેલ.