પાટણ ખાતે ૨૬ ઓગસ્ટે યોજાયેલા એક શામ શહીદોકે નામ કાર્યક્રમ પહેલાં નવજીવન હોટલમાં મહેસાણાના પાટીદાર કાર્યકરને મારપીટ અને લૂંટ ફાટ કરવાના ગુનામાં શુક્રવારે હાર્દીક પટેલ સહીત ત્રણેય પાટીદારોેને શરતી જામીન પર છોડવાનો આદેશ સેસન્સ કોર્ટે કરતાં પાટીદાર કાર્યકરોમાં આનંદની લાગણી ફરી વળી હતી. કોર્ટના આદેશને પાસ નેતાઓએ આવકાર્યો હતો.
જેલમાંથી બહાર આવેલા હાર્દીકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જેલમાં મજા આવી ગઇ. ઘણા સમયથી થાકેલા હતા. આરામ મળી ગયો. હજુ ૨૦૦ ગામ ફરવાના બાકી છે ત્યાં જઇશું. અમારૂ આંદોલન ચાલુજ રહેશે. મારી સામે જે કેસ કર્યો છે તે અંગે મારે કોઇ ફરીયાદ નથી. હાલમાં પ્રધાનમંત્રી અને રાહુલ ગાંધીના જે પ્રવાસો થઇ રહયા છે તેના કરતાં વધારે લોકો અમારા કાર્યક્રમમાં આવતા હોઇ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને શંકરભાઇ ચૌધરીના ઇશારે ચર્ચા કરવા જેલમાં અમને મોકલી અપાયા હતા.
પોલીસ ભાજપા સરકારના ઇશારે કામ કરી રહી છે તેવો આક્ષેપ તેણે કર્યો હતો.જેલમાંથી બહાર આવેલા હાર્દીકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યાચાર સહન કરવાના બદલે તાકાતથી લડી લેવાનો રસ્તો અપનાવ્યો છે. આગામી ચુંટણીને લઇ વડાપ્રધાનના કાર્યક્રમો હોઇ મને જેલમાં ધકેલાયો હતો પણ મારા નસીબ સારા છે.
હવે ૧૮૨ વિધાનસભા મત વિસ્તારના એક એક કાર્યકરને સાથે લઇ સોમનાથદાદાના દર્શને ૧૮ તારીખે જવાના છીએ. અને ભાજપ કોંગ્રેસના લોકો ત્યાં જઇ ચુ઼ટણી પ્રચાર શરુ કરી રહયા છે તે સામે દાદાને પ્રાર્થના ,અરજ અને ફરીયાદ કરવા જવાના છીએ.