રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાની જનતાએ જે ઉમળકાભેર મતદાન કરી રાષ્ટ્રની શાન ‘લોકશાહી મહાપર્વ’ને દીપાવવા બદલ તમામ મતદારભાઈ બહેનો અરે ૧૨૬ વર્ષના બુજર્ગો, તેમજ અમારા તથા ભાજપના ચાહક મીત્રો, તથા તમામ નાના મોટા કાર્યકર્તાઓનો હૃદયથી આભાર આજે રાજુલા ખાતે મળેલ અગત્યની મીટીંગ કાર્યાલય ખાતેથી હીરાભાઈ સોલંકી, તેમજ જીલ્લા મહામંત્રી ચેતનભાઈ શીયાળ દ્વારા કાર્યકર્તા મીટીંગમાં હીરાભાઈ સોલંકીએ તેના નિવેદનમાં જણાવ્યું કે રાજુલા, જાફરાબાદ ખાંભા, તાલુકાની તમામ જનતાએ ઉમળકાભેર મતદાન કરી રાષ્ટ્રની શાન, લોકશાહી મહાપર્વને દીપાવવા બદલ તમામ મતદાર ભાઈઓ બહેનો અરે ૧૦૦ વટાવી ગયેલ તો ઘણા તેમા ૧૨૬ વર્ષના બુજર્ગો સહિત તેમની તબીયત પણ મતદાન મથકે લથડી ગઈ તેવા અમારા માવતર સમાન બુજુર્ગોને વંદન તેમજ અમારા ભાજપ પરીવારના કાર્યકરો(નાનાથી મોટા સુધી)તેમજ મને તેમજ ભાજપ પરીવારને ચાહક મીત્રોનો મારા હૃદય પૂર્વક ‘લોકશાહી મહાપર્વ’ને શાનથી ઉજવાયુ તેમજ આગામી તારીખ ૧૮-૧૦-૨૦૧૭ના રોજ રાજુલા સહીત ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધ્વજ લહેરાશે તેમા આપ સૌની જીત હશે તેમ હીરાભાઈ સોલંકી તેમજ ચેતનભાઈ શીયાળ રાજુલા જાફરાબાદ, ખાંભા તાલુકાના કાર્યકર્તાઓ હોદ્દેદારો સહિતની હાજરીમાં આભારવિધી કરેલ છે.