પિરછલ્લા શેરી ખાતે આવેલી દુકાનમાં સવા લાખની તસ્કરી

1330

શહેરનાં પિરછલ્લા શેરી ખાતે આવેલી ક્રિષ્ના ઝુલા નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂા.સવા લાખની ચોરી કરી નાસી છુટ્યા હતા.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પિરછલ્લા શેરી, રોયલ કોમ્પ્લેક્ષ સામે આવેલી ક્રિષ્ના ઝુલા નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ દુકાનની પાછળનું શટર તોડી અંદર પ્રવેશી ટેબલનાં ખાનાનાં ગલ્લામાંથી રૂા.૧.૨૪ લાખની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. આ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરેલ છે.

Previous articleસતાના સ્વાદમાંથી જ મહાભારત અને રામાયણ સર્જાયેલા – લેખક રામ મોરી
Next articleમોતીતળાવમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો