હોલિવુડની સૌથી મોટી સ્ટાર પૈકીની એક અને ઓસ્કાર એવોર્ડ જીતી ચુકેલી ખુબસુરત જેનિફર લોરેન્સના ચાહકો માટે સારા સમાચાર છે. તે હાલમાં અમેરિકન સુપર હિરોની ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મ ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તે ફરી એકવાર એક્શનથી ભરપુર ફિલ્મ કરી રહી છે. તેની ફિલ્મી કેરિયરની વાત કરવામાં આવે તો તે હમેંશા શાનદાર રોલ કરીને ચાહકોને પ્રભાવિત કરતી રહી છે. હાલમાં જેનિફરની ફિલ્મ રેડ સ્પેરોના ટ્રેલરને લોંચ કરવામાં આવ્યા બાદ તેની સતત ચર્ચા જોવા મળી રહી છે. ફિલ્મમાં તે લીડ રોલમાં નજરે પડી હતી. આ રીતે તે હંગર ગેમ્સ બાદ ફરી એકવાર દિલધડક એક્શન સીન કરતી નજરે પડી હતી. ડાર્ક ફોનિક્સ નામની સુપરહિરોની ફિલ્મમાં ખતરનાક સ્ટન્ટ સીનથી ચાહકો રોમાંચિત થઇ જશે. તેની છેલ્લી ફિલ્મ રેડ સ્પેરો જસ્ટીન હેથની નવલકથા રેડ સ્પેરો પર આધારિત હતી. ફિલ્મના નિર્દેશક તરીકે ફ્રાન્સિસ લોરેન્સ હતા. આની સાથે જ ફિલ્મમાં જેનિફર ઉપરાંત જોએલ રિચર્ડસન, મતિયાસ , જેરમી આયરન્સ જેવા કલાકારો હતા.