ઓલિમ્પિક મેડલ વિજેતા અને વિશ્વભરમાં પોતાનો ડંકો વગાડનાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ દેશમાં મહિલાઓ પ્રતિ લોકોના વલણ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, બીજા દેશોમાં મહિલાઓનું ખુબ સમ્માન આપવામાં આવે છે પરંતુ અહીં ખુબ ઓછા લોકો આ વાતને ધ્યાનમાં રાખે છે. પીવી સિંધુએ આ નિવેદન હૈદરાબાદમાં પોલીસના એક કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું.
સિંધુએ કહ્યું, ‘જ્યારે હું બહારના દેશોમાં રમવા જાવ છું ત્યાં હું જોવું છું કે, મહિલાઓને કેટલું સમ્માન આપવામાં આવે છે. મને ખુશી છે કે બીજા દેશોમાં મહિલાઓની આટલી ઇજ્જત કરવામાં આવે છે. બીજી બાજુ ભારતમાં લોકો કહે છે કે આપણે મહિલાઓનું સમ્માન કરવું જોઇએ પરંતુ ખુબ ઓછા લોકો આવું કરે છે. તેમણે કહ્યું કે, મહિલાઓને મજબૂત થવું જોઇએ અને પોતાની જાતમાં વિશ્વાસ રાખવો જોઇએ. તેમને સામે આવવું જોઇએ અને હેરસમેન્ટ વિશે જાહેરમાં બોલવું પડશે. તેમાં શરમ આવે તેવી કોઇ વાત જ નથી. આપણને ગર્વ થવો જોઇએ કે, આપણે મજબૂત છીએ અને આગળ વધી રહ્યા છીએ.
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ હાલમાં બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ જીતનારી પહેલી ભારતીય મહિલા બની ગઇ છે.