ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ધમાકેદાર પ્રદર્શન કર્યા બાદ ચેતેશ્વર પૂજારાનું બેટ શાંત થયું નથી. ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યા બાદ તે પોતાની સેવાઓ આપવા માટે સૌરાષ્ટ્રની ટીમ સાથે પહોંચી ગયો અને ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું કે રણજી ટ્રોફીના ક્વાર્ટર ફાઇનલમાં ઈતિહાસ રચાઈ ગયો છે.
લખનઉમાં ચાલી રહેલા બીજા ક્વાર્ટર ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે ૩૭૨ રનના લક્ષ્યને ૬ વિકેટ બાકી રાખીને હાસિલ કરી મોટો રેકોર્ડ બનાવી દીધો છે.
ઉત્તર પ્રદેશની ટીમ આ મુકાબલામાં પહેલા બેટિંગ કરતા ઉતરી અને પ્રથમ ઈનિંગમાં વિશાળ ૩૮૫ રન બનાવ્યા હતા. તેના તરફથી રિંકૂ સિંહે ૧૫૦ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ ઈનિંગમાં ૨૦૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઉત્તર પ્રદેશને ૧૭૮ રનની લીડ મળી હતી. પરંતુ બીજા દાવમાં યૂપીની ટીમ ૧૯૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરંતુ હજુ પણ સૌરાષ્ટ્ર માટે આ મેચ જીતવી આસાન ન હતી કારણ કે, તેની સામે ૩૭૨ રનનો સૌથી મોટો લક્ષ્ય હતો.
પરંતુ ત્યારબાદ સૌરાષ્ટ્રની ટીમે આજે એવું કારનામું કહ્યું કે, જે રણજીના ઈતિહાસમાં ક્યારેય થયું નથી. સૌરાષ્ટ્રએ ૩૭૨ રનનો લક્ષ્ય હાસિલ કરી લીધો અને ઈતિહાસ રચી દીધો છે. ચેતેશ્વર પૂજારા ૬૭ રન અને શેલ્ડન જેક્સનના અણનમ ૭૩ રનની મદદથી સૌરાષ્ટ્રએ આ જીત મેળવી હતી. આ પહેલા ઓપનર હાર્વિક દેસાઈએ સદી ફટકારીને સૌરાષ્ટ્રને શાનદાર શરૂઆત અપાવી હતી.