વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાર્યરત કરવામા આવેલી નવી એસવીપી શરૂ થતાની સાથે જ વિવાદમાં આવી ગઈ છે.કારણ એ છે કે,આ હોસ્પિટલમાં પ્રવેશ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રવેશ માટે આશ્રમ રોડના બદલે એન્ટ્રી રિવરફ્રન્ટ ખાતેથી આપી છે.
આ અંગે મળતી માહીતી અનુસાર, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા એલિસબ્રિજ વિસ્તારમાં રૂપિયા ૭૫૦ કરોડના ખર્ચે વી.એસ. હોસ્પિટલ ના પ્રાંગણમાં નવી એસવીપી હોસ્પિટલ શરૂ કરી છે. આ હોસ્પિટલની એન્ટ્રીને લઈને વિવાદ સર્જાવા પામ્યો છે. આશ્રમરોડની પહોળાઈને ધ્યાનમાં રાખીને આ હોસ્પિટલ ની ઉંચાઈ ૭૮ મીટર મંજુર કરવામાં આવી હતી.પરંતુ રિવરફ્રન્ટ એ ટી.પી.રોડ ન હોવા છતાં પણ તેમાં પ્રવેશ માટે રિવરફ્રન્ટ ખાતેથી એન્ટ્રી આપવાનો નિર્ણય કરવામાં આવતા ભવિષ્યમાં ટ્રાફિકના પ્રશ્નો સર્જાશે.
ટેકનીકલી પણ આ પ્રકારેની મંજુરી કોર્પોરેશન આપી ન શકે એમ નિષ્ણાતોનું કહેવું છે.જે પ્લાન પાસ કરવામા આવ્યા છે એ પ્રમાણે એન્ટ્રી જુની વી.એસ. હોસ્પિટલમાંથી આશ્રમરોડ તરફથી આપવામાં આવી છે. અહીં રસ્તાની પહોળાઈ ૩૬ મીટર છે અને રીડીપીમાં પહોળાઈ ૪૦ મીટર કરવામાં આવી છે. એટલે રસ્તાની પહોળાઈ કરતા બિલ્ડીંગની હાઈટ વધુ છે. નવી હોસ્પિટલ માટે જુની હોસ્પિટલમાં આવેલા સર્કલથી લઈને રોડ પહોળો કરવો પડે એમ છે.ત્યારે આ વિવાદ વધુ વકરશે.