વાઈબ્રન્ટ સમિટની રોનક વધારવા માટે પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા વિધાનસભા સંકુલ પાસે સ્વછતા અભિયાન માટે અને અંબાજી યાત્રાધામ માટે કાર્ટૂન લગાવવામાં આવ્યા હતા.
પાટનગરને ઝુંપડપટ્ટીથી મુક્ત કરવાના પ્રયાસ બે દાયકાથી ચાલી રહ્યાં છે. ગરીબો માટે કોલવડામાં ૮૦૦ ફ્લેટ બનાવાયા પછી ઝુપડાની સંખ્યા ઘટી નથી. કેમ કે, પાટનગર યોજના વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા ૧૯૯૯માં ઝુંપડા વાસીઓની જે યાદી તૈયાર થઈ હતી. તેટલા આવાસ બન્યા ન હતાં બાદમાં નવા ઝુંપડા ન બને તે માટે વ્યવસ્થા ગોઠવાઇ ન હતી.