જૂનાગઢનો મતવાવાડમાં સન્નાટો ચિરતી કડકડતી ઠંડીની રાતમાં અચાનક મહીલા પોલીસ કર્મીના ઘરમાં ઘુસી કુખ્યાત નવાજ સહિત આઠ શખ્શોએ સશસ્ત્ર આતંક મચાવ્યો હતો. પોલીસે ફરઝાના બ્લોચની ફરીયાદ લઇ નવાઝખાન પઠાણ સહિત આઠ શખ્શો સામે ૩ રાઉન્ડ ફાયરીંગ સહિત મકાનમાં તોડફોડ કર્યાની પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છેપોલીસની પ્રાથમીક તપાસમાં આ બનાવ અગાઉના મનદુખમાં બન્યાનું બહાર આવેલ છે. પોલીસે ખૂનની કોશીશ આર્મ એકટ હેઠળ ગુન્હો દાખલ કરેલ છે.
જૂનાગઢમાં ખાખીનો ખોફ હવે ઓસરી રહ્યો છે. સરેઆમ લુખ્ખા તત્વો આતંક મચાવી રહ્યા છે. છતા પોલીસ મૂક પ્રેક્ષક બનીને રહી ગઇ છે. જયારે પોલીસ જ સલામત ના હોય તો આમ આદમીની સુરક્ષાના બણગા ફૂકતી પોલીસ કેટલી સજ્જ છે, તે આ બનાવ પરથી ફલીત થાય છે.
જૂનાગઢના મતવાવાડમાં રહેતી પોલીસ કર્મી ફરઝાના બ્લોચ અને તેનો પરીવાર ગત રાતે ઘરમાં સૂતો હતો. ત્યારે રાતે ત્રણ વાગ્યે નવાઝખાન પઠાણ, ઝીસાનખાન પઠાણ, આદિલ, અસફાક, ધમો, ઇમ્તીયાઝ દરબાર અને બે અજાણ્યા શખ્સો ફરઝાનાના ઘર પર ત્રાટક્યા હતા.અને ફાયરીંગ કર્યું હતુ.
છેલ્લા પાંચેક વર્ષથી ફરજાનાના પુત્ર અને આરોપીઓ વચ્ચે અનેક વખત બબાલ થઇ ચૂકી છે. ગત તા.૧૪-૦૧-૧૯ના રોજ ઝીસાન અને ફરઝાનાના પતિ વચ્ચે માથાકૂટ થઇ હતી. આજ બનાવના પગલે આરોપીઓએ તા.૧૭-૦૧-૧૯ના રોજ ફરજાનાની જીપ સળગાવી દીધી હતી. જયા સુધી પોલીસ અને બુટલેગરોના આંખ મીચામણા ચાલતા રહેશે ત્યા સુધી આવા બનાવોને અટકાવવા અશક્ય છે.