જિલ્લાના કેવડિયા ખાતે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનો આદિવાસ સમાજના ભાઈઓએ વિરોધ કર્યો છે. હરિયાણાના મુખ્યમંત્રી દ્વારા હરિયાણા ભવનના ખાતમુહર્તની ચર્ચા શરૂ કરાતા ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ મનોહરલાલના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને પોલીસે અંતમાં સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. મહત્વનું છે કે કેવડિયાના વિવિધ ભવનોમાં વિવાદનો દોર ચાલી રહ્યો છે. જેનો આક્રોશ ગ્રામજનોએ અહી વ્યક્ત કર્યો હતો. હરિયાણા ભવનના ખાતમુર્હુત સ્થળે છ ગામના આદીવાસીઓએ ભારે વિરોધ કર્યો હતો. જયાં પોલીસ સાથે ઘર્ષણ થવાથી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરતાં દોડધામ મચી જવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે, કેવડિયા કોલોનીમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગયું છે અને જેના કારણે સરકાર હવે કેવડિયામાં દેશના ૩૩ રાજ્યોના ભવનો અહીંયા બનાવવાનું આયોજન કર્યું છે અને દરેક રાજ્યોના અધિકારીઓ પણ અહીંયા જમીનો જોવા આવી રહ્યા છે, જેના કારણે સરકારી વિભાગો દ્વારા જમીન માપણીઓનું કામ કરવામાં આવી રહ્યું છે. જેનો ગામ લોકોએ ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે.