વાઈબ્રન્ટના પગલે ગુજરાતી પરિવારને એરપોર્ટ પર ગોંધી રખાયું

736

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ રહી છે. વડાપ્રધાન મોદીનું આગમનનું ગુજરાતમાં આગમન અને અન્ય ઉદ્યોગપતિઓની અવરજવરને પગલે એરટ્રાફિક છે. જેથી અમદાવાદ- દિલ્હી વચ્ચેની અન્ય પેસેન્જર ફ્લાઈટમાં ૨થી ૬ કલાકનું વિલંભ થયો હતો. જેથી સંખ્યાબંધ પ્રવાસીઓ દિલ્હીથી કનેક્ટેડ ફ્લાઈટ ચૂકી ગયા છે. તેમાં અમદાવાદથી ઓસ્ટ્રેલિયા જવા નીકળેલો પરિવાર પણ સામેલ હતો. તેને એરપોર્ટ પર ગોંધી રખાયું છે.

મૂળ અમદાવાદના અને હાલ ઓસ્ટ્રેલિયાના સિડની જઈ વસેલા એક પરિવાર સમયસર દિલ્હી ન પહોંચી શકતા ઓસ્ટ્રેલિયા જઈ શક્યું ન હતું. કાનનબેન નામના મહિલા તેમના પતિ અને બે બાળકો સાથે સાંજે દિલ્હીની ફ્લાઈટ ૩ કલાક લેટ થતાં વાયા ચીન થઈને સિડની જતી ફ્લાઈટ ચૂક્યા હતાં. બાળકોને તાવ આવ્યો હતો અને ઉલટીઓ થઈ હતી.

કાનનબેને જણાવ્યું હતું કે, અમને સિડનીની ફ્લાઈટમાં એટલા માટે બેસવા ન દેવાયા કેમ કે અમે ફ્લાઈટ ઉપડવાની ફક્ત ૩૦ મિનિટ પહેલા પહોંચ્યા હતા. અમે બીજી ફ્લાઈટ મેળવવા એરપોર્ટ ટર્મિનલની અંદર જ બેસી રહ્યા. અમને અમારા ખર્ચે પાણી કે ભોજન લેવા લાઉન્જમાં જવા દેવાયા ન હતા. કારણ કે અમને એવું કહેવાયું હતું કે ફૂડ કોર્ટમાં જશો તો અંદર પ્રવેશ અપાશે નહીં. અમે અને અમારા બાળકો ૮ કલાકથી એરપોર્ટની અંદર ગોંધાઈ રહ્યા છીએ અને અમને બાથરૂમમાં પણ જવા દેવાયા નથી. અમે આતંકવાદીઓ હોય તેવો અમારી સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે. અમારો પાસપોર્ટ પણ લઈ લેવામાં આવ્યો છે. હવે અમે આગામી કનેક્ટિંગ ફ્લાઈટ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.

Previous articleહરિયાણા ભવનના ખાતમુહુર્ત સમયે ગ્રામજનો પર પોલીસનો લાઠીચાર્જ
Next articleવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરાબાના આશીર્વાદ લીધા :૩૫ મિનિટ રોકાયા