કેન્દ્રીય વિદેશ મંત્રી સુસ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આફ્રીકા ડેની ઉજવણી કરાઈ

887

કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આફ્રિકાના ૫૪ પૈકીના ૫૨ દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સમારોહના સંમેલનને કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ, મુખપ્રધાન વિજય રૂપાણી અને આફ્રિકન સંઘના પ્રમુખ પૌલ કગામે સંબોધન કર્યું હતું.

આફ્રિકા ડેની ઉજવણીમાં એક હજારથી વધારે લોકોએ ભાગ લીધો હતો. વૈશ્વિક સમિટ માટે દક્ષિણ આફ્રિકા અને મોરક્કો પાર્ટનર દેશ તરીકે ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે આફ્રિકન અગ્રણીઓનાં સંમેલનને કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે સંબોધિત કર્યું હતું. આ સમિટમાં ગુજરાત અને આફ્રિકા વચ્ચે હેલ્થ કેર ફાર્માસ્યુટિકલ પેટ્રોકેમિકલ્સ, માઇનિંગ એન્ડ મિનરલ જેવા અલગ અલગ સેક્ટરના ૧૨ થી ૧૫એમઓયુ થવાની શક્યતાઓ છે.

આફ્રિકા ડે અંતર્ગત ટ્રેડ શોમાં આફ્રિકન પેવેલિયન ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં આફ્રિકાના ૫૪ પૈકી ૫૨ દેશોએ પોતાના સ્ટોલ રાખ્યા છે અહીં ગાંધીજીની આફ્રિકાના સાથેના સંબંધને જીવંત કરવા માટે એક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું  છે “ગુજરાત હાલમાં આફ્રિકાના ૫૪ દેશોમાંથી ૫૧ દેશોમાં વિવિધ ચીજવસ્તુઓની નિકાસ કરે છે, જે વર્ષ ૨૦૧૭,૨૦૧૮ દરમિયાન ૧૯.૬ બિલિયન અમેરિકન ડૉલરની હતી. છેલ્લાં ચાર વર્ષમાં ગુજરાતમાંથી આફ્રિકન દેશોમાં થતી કુલ નિકાસ બમણાથી વધુ થઈ છે.

Previous articleવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરાબાના આશીર્વાદ લીધા :૩૫ મિનિટ રોકાયા
Next articleવાયબ્રન્ટ જ્યાં યોજાયો છે તેવા મહાત્મા મંદિરમાં જ ગંદકી-એઠવાડના ઢગ