મહાગઠબંધન મોદી નહીં દેશના લોકો વિરૂદ્ધઃPM

609

સેલવાસના સાયલી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૪૦૦ કરોડથી વધારેનાં પ્રજાલશ્રી કામોનું જેમકે મેડિકલ કોલેજ, કચીગામ ઝરી બ્રીજ સહિતના અનેક પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યુ હતુ. બાદમાં વડાપ્રધાન જંગી જનસભાને સંબોધિત કરી હતી.

આ દરમિયાન પીએમ મોદીએ સભા સંબોધતા જણાવ્યુ કે, સેલવાસમાં હું પહેલા પણ આવ્યો છું. આજે સેલવાસમાં ૧૪૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ છે. ભાજપ  સરકાર ’સૌનો સાથ, સૌનો વિકાસ’ના રસ્તે ચાલી રહી છે. આ સાથે વડાપ્રધાન મોદીએ કોલકત્તામાં ચાલી રહેલા મહાગઠબંધન પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. ઁસ્ મોદીએ પોતાના સંબોધનમાં મહાગઠબંધનને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં અમારો માત્ર એક ધારાસભ્ય છે અને તેમ છતાં ત્યાં આખા દેશના વિપક્ષી નેતાઓ એકઠા થયા છે અને બચાવો બચાવોના નારા લગાવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે,આ ગઠબંધનને દેશ વિરોધી ગણાવ્યું છે. અને કહ્યું કે જે પાર્ટીઓ કોંગ્રેસને અત્યાર સુધી કોસતી આવી છે. તે જ પાર્ટીઓ આજે એક સાથે આવી છે. તેમણે કોંગ્રેસ અને ગઠબંધન પર પ્રહારો કરતાં કહ્યું કે, ’લોકશાહીનું ગળું દબાવનારા લોકશાહીને બચાવવા નીકળ્યાં છે. અમારે પ્રજાનો વિકાસ કરવાનો છે પરિવારનો નહીં. આ લડાઈ વિકાસ અને ભ્રષ્ટાચાર વચ્ચેની છે. જનતા અચ્છા અચ્છાનો મિજાજ બદલી નાખે છે. સત્તાથી દૂર થયેલા લોકો વ્યાકુળ બન્યા છે. જુની સરકારની આદતોને અમે બદલી છે. ૧૨૫ કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે.’

ભાજપ સરકાર ’સૌનો સાથ, સૌનો વિકાસ’ના રસ્તે ચાલી રહી છે. સરકાર દ્વારા ઉદ્યોગો માટે નવી ઈન્ડસ્ટ્રીઝ પોલિસી લોન્ચ કરવામાં આવી છે. દાદરા નગરહવેલી હવે દેશભરમાં જાણીતું થયું છે. ખુલ્લામાં શૌચથી સંઘપ્રદેશને મુક્તિ મળી છે. સેલવાસ અને દાદરા નગરહવેલી બન્ને સંઘપ્રદેશ ખુલ્લામાં શૌચ ફ્રી, કેરોસીન ફ્રી જાહેર કરાયા છે.

ભાજપ સરકારના છેલ્લા ૫ વર્ષમાં નવી ઉંચાઈ પર સંઘપ્રદેશ પહોંચ્યા છે. આઝાદી બાદ સંઘપ્રદેશને પહેલી મેડિકલ કોલેજ મળશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, સેલવાસના તમામ ઘરોમાં ન્ઁય્ કનેક્શન આપવામાં આવ્યા છે.

સંઘપ્રદેશને આયુષ્યમાન યોજનાનો લાભ મળી રહ્યો છે. આગામી દિવસોમાં મેડિકલ કોલેજોની બેઠકો પણ વધારાશે. આ સાથે જ વૈકલ્પિક બિલ્ડિંગમાં આ વર્ષથી મેડિકલ કોલેજ શરૂ કરાશે. દવા-શિક્ષણની સાથે કોઈ ગરીબ ઘરવિહોણું ના રહે એ પ્રાથમિકતા છે.

Previous articleહિમાચલ-જમ્મુ કાશ્મીરના વિવિધ ભાગોમાં હિમ વર્ષા
Next articleદિલ ખોલીને વાત કરશો તો દિલ નહિ ખોલવું પડે