દિલ ખોલીને વાત કરશો તો દિલ નહિ ખોલવું પડે

1115

એન્જ્યોપ્લાસ્ટ, બાયપાસ, હાર્ટએટેક આ દરેક બીમારી હૃદયને લગતી બીમારી છે તે આપણે સહુ કોઈ જાણીએજ છે. સમગ્ર દુનિયામાં લખો લોકો આજે હૃદયરોગના હુમલાના શિકાર બને છે તેની પાછળનું કારણ છે અનિયમિતતા તે પછી ઊંઘની, જમવાની કે પછી વધારે પડતું ટેન્શન. ટેન્શન અને આપણું જીવન તે બન્ને પરસ્પર એક બીજા સાથે સંકળાયેલા છે કેમ કે શ્રુષ્ટિ પર વસનારી દરેક વ્યક્તિને નાનું મોટું ટેન્શન હોય છે કોઈને ભણવાનું તો કોઈને ધંધાનું, કોઈને પૈસાનું તો કોઈને પરિવારનું, કોઈકને ઊંઘનું તો કોઈકને ઉઠમણાંનું, પૃથ્વી પર જેટલા લોકો વસે છે એટલે કે ૧૨૫ કરોડ વ્યક્તિ પેટે સર્રેશ દરેકના માથે ૧ ટેન્શન તો અવશ્ય હશેજ અને જે વ્યક્તિ કહે છે કે તેના માથે ટેન્શન નથી તે વાત ૧૦૦% ખોટી છે કેમ કે જેમ જન્મ અને મરણ નિશ્ચિત છે તેવીજ રીતે દરેક વ્યક્તિને માથે દુઃખ તે સ્વાભવિક છે કેમ કે દરેક વ્યક્તિ પોતાના માટે સુખ જંખતુ હોય છે કોઈકનું શુખ કોઈના માટે દુઃખ હોય છે તો મારુ દુઃખ કોઈકના માટે સુખ હોય છે જેનું ઉદાહરણ છે હું ૨ પૈસા નફો કરીને તમને કોઈ માલ વેચું છું તો તેમાં મને ફાયદો છે અને તમે એના મને પૈસા આપીને તમારી ગમતી વસ્તુ લ્યો છો પણ વધારે પૈસા આપીને. સુખ અને દુઃખની જંખના રાખતા આપણે રોજ નવા નવા ટેન્શન અને ડિપ્રેસન મનમાં રાખીએ છે અને આપણા શરીરના અમૂલ્ય અંગ કે જે ૨૪ કલાક અને સતત ૩૬૫ દિવસ કામ કરે છે તેને આ ટેન્શન આપીને નુકશાન પોહ્‌ચાડીએ છે. સંસાર છે તો તેમાં મનદુઃખ અને એકબીજા સાથે બોલ-ચાલ થાય અને ક્યારેક સામે વાળો વધારે બોલે તો ક્યારેક આપણે વધારે બોલીએ જેના પરિણામે આપણા મનને ડંખે છે અને આપણે તેની સાથે બોલવાનું બંધ કરી દઈએ છે અને આપણને લાગેલ દુઃખને આપણા મગજમાં ભરી રાખીએ છીએ અને વર્ષો સુધી તે વાતને મનમાં રાખીએ આપણે સ્લો પોઇઝનરૂપે ખતરો પોહ્‌ચાડીએ છે. હૃદય કે જે નથી બોલી શકતું કે નથી સાંભળી શકતું તેમ છતાં સતત કાર્યરત રહેતા નિશ્વાર્થ ભાવે પોતાનું કામ કરે છે અને તેમ છતાં આપણે પાસે કોઈ આશા અને અપેક્ષા નથી રાખતું તો આપણે પણ આ હૃદય કે જે આપણા જીવનનું અમૂલ્ય અંગ છે તેને નુકશાનીથી બચાવવા માટે અને આપણે સદાય તંદરુસ્ત તેહવા માટે આપણે પણ આપણા મનમાં રહેલ અશાન્ખ્ય વિચારો પાર કાબુ રાખતા એક બીજા સાથે જે વેરની ગાંઠો બંધાય છે અને કોઈ વ્યક્તિની વાતમાં આવીને આપણે એક બીજા સાથે ચોખવટ ન કરતા લોકોની વાત પર વિશ્વાસ મૂકીને એક બીજા સાથે બોલવાનું બંધ કરી દીધું હોય કે સંબંધ તોડી નાખ્યા હોય તો નવા વર્ષમાં આવા જે જે સંબંધો કે જેનો આપણે નાશ કર્યો હોય તો તે મિત્ર સાથે લેટગોની ભાવના રાખીને ફરી એકવાર આપણી મિત્રતા બનાવીએ અને એક બીજા જીગરી બનીએ કેમ કે મુશ્કેલીમાં આપણું ૫૦% દુઃખ એક બીજા સાથે વાતની વહેચણી કરવાથી ઓછું થઇ જાય છે તો આવો આપણે પણ ભેગા મળીને આપણે તૂટી ગયેલા જુના સંબંધોને ફરી પતેમનું બીજ નાખીને તેમાં મિત્રતાનો પ્રકાશ કરીએ જેથી કરીને દોસ્ત સાથેની મુલાકાત અને તેને સાથે કરેલો સંવાદ કદાચ આપણા હૃદયમાં રહેલ અનેક શંકાનું સમાધાન બનશે અને કદાચ અનેક લોકો ટેન્શનના લીધે હૃદય રોગનો શિકાર બને છે તેમાં પણ ઘટાડો જોવા મળશે.

Previous articleમહાગઠબંધન મોદી નહીં દેશના લોકો વિરૂદ્ધઃPM
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે