પૂજય મહાત્મા ગાંધીણી ૧પ૦મી જન્મજયંતિની ઉઝવણીના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પ્રેરિત ગાંધી મુલ્યોના માર્ગે – પદયાત્રા આજે ચોથા દિવસે શેત્રુંજી ડેમથી પાલિતાણા ચાલેલ હતી. જેમાં હજારો લોકો મેં ભી મોહનના નાદ સાથે પદયાત્રામાં જોડાયા હતાં. પદયાત્રા અને જીવનયાત્રાના મંત્ર સાથે લોકોમાં અનેરો ઉત્સાહ અને ગાંધીને જાણવા, માણવા તથા અનુભવવાની આતુરતાના દર્શનથઈ રહ્યા છે.
ગામે ગામ લોકો વિવિધ રીતે પદયાત્રાનું સ્વાગત અને સન્માન કરી રહ્યા છે. બળદગાડા, ઘોડા, ઢોલ- નગારાથી પદયાત્રાનું સ્વાગત થઈ રહ્યું, સાથે જ ગ્રામજનો સ્વયંભુ પદયાત્રીઓ માટે શરબત, છાશ, પાણી નાસ્તાની સેવા પુરી પાડી રહ્યા છે. ચોથા દિવસે ગાંધીજીના મહાવ્રત અસ્તેય પર વિચારક દિપકભાઈ તેરૈયાએ પોતાના વિચાર આપ્યા હતાં. દિપકભાઈએ જણાવેલ કે, કુછ બાતે દેર સે સમજ મેં આતી હૈ. આ તકે મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ હતું કે અસ્તેય અર્થાત ચોરી ન કરવીએ ખુબ સુષ્મ અર્થ ધરાવે છે. ચોથા દિવસની બીજી મહાવ્રત સભા પાલિતાણા નગરમાં અહિંસા પર યોજાયેલ હતી. ચોથા દિવ્સે પાલિતાણા નગરમાં સાંસ્કૃતિક ડાયરો યોજાયેલ જેમાં લોકગાયક અલ્પાબેન પટેલ તથા ઘનશ્યામભાઈ લાખાણીએ સાહિત્ય પીરસ્યું હતું. આવતીકાલ કાર્યક્રમમાં ડો. ભરતભાઈ મિસ્ત્રી ઘેટી ખાતે અસ્પૃશ્યતા તથા પ્રસિદ્ધ કોલમ લેખક જય વસાવડા અપરિગ્રહ પર પોતાનું વકતવ્ય આપશે. ઉપરાંત દુધાળા ગામે પ્રસિદ્ય્ધ લોક સાહિત્યકાર રાજાભા ગઢવીનો ડાયરો યોજાશે.