શહેરના કાળીયાબીડ ભગવતી સર્કલ નજીક મઢુલી પાસે રાત્રીના સમયે મારમારી થવા પામેલ. જેમાં સુજાનસિંહ લવજીભાઈ પરમાર તથા ભગીરથસિંહ હડીયલ નામના વ્યક્તિઓને ગંભીર ઈજા થતા બન્નેને તાત્કાલિક સર.ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને કોની સાથે માર-મારી થઈને સહિતની વિગતો હજુ જાણવા મળેલ નથી પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો છે.