તા.૧૭ જાન્યુ. ના રોજ જિલ્લા આરોગ્યતંત્ર ભાવનગરને મળેલ ખાનગી ફરીયાદના આધારે ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એ.માઢકના માર્ગદર્શન તળે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સહ્યોગથી જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફીસર ડો. પી. એ. પઠાણ તથા ભુંભલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. દિગ્વિજયસિંહ ગોહિલ તથા તેમની ટીમ એ તળાજા તાલુકાના રાજપરા ગામે ડીગ્રી વગરના તબીબ ડો. જગદીશ મોહનભાઈ વાસાણીના દેવદ્રષ્ટિ નેચરોપેથી હોસ્પિટલ ખાતે આકસ્મિક તપાસ કરતાં આ ડોકટર પાસે ડીગ્રી ન હોવા છતાંપણ એલોપેથી દવાઓનો બેરોકટોક ઉપયોગ કરતા માલુમ પડેલ ડીગ્રી ન હોવા છતાં દર્દીઓને ઈન્ડોર કરવા તથા બાટલા ચઢાવવા અને પ્રતિબંધિત દવાઓના ઈન્જેકશન આપતા હતા તેઓના ક્લીનીક ખાતેથી મોટા પ્રમાણમાં દવાઓ જપ્ત કરવામા આવી હતી તેઓએ બાયોમેડીકલ વેસ્ટના સલામત નિકાલ માટે પણ કોઈ વ્યવસ્થા કરી ન હતી આમ ધી ગુજરાત મેડીકલ પ્રેકટીસ એકટ-૧૯૬૩ ની કલમ-૩૦ અને ૩૫ મુજબ અલંગ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવામાં આવેલ છે
આ કામગીરીને સફળ બનાવવામાં ભાવનગર તાલુકા હેલ્થ ઓફીસર ડો. સુનીલ પટેલ, સણોસરાના જુનીયર ફાર્માસીસ્ટ ટી. એન. રાઠોડ, ભાવનગરના ટીએમપીએચએસ અજયભાઈ પટેલ, પ્રતિક ઓઝા એ મદદ કરી હતી.