પ્રતિવર્ષ ભાવનગરની ભવ્ય ભૌગોલિક પરિસ્થિતિને લઈને સેંકડો યાયાવર પક્ષીઓ હજ્જારો કિલોમીટરનો પ્રવાસ ખેડી શિયાળુ ગાળવા માટે આવી પહોંચે છે. દરવર્ષે ભાવનગર નજીક આવેલ ખાડી તથા છીછરા પાણીના જળાશયોમાં સાઉદી અરેબીયા સહિતના ગલ્ફ પ્રદેશોમાંથી સી-ઈગલ નામનું સુંદર-સોહામણુ પક્ષી આહાર, સંવન અર્થે મોટા ઝુંડમાં પડાવ નાખે છે. હાલ પણ શહેરના નવા બંદર નજીક આવેલ ખાડીમાં મોટા પ્રમાણમાં આ પક્ષીઓ આવી રહ્યાં છે. જેને નિહાળવા માટે પક્ષી પ્રેમીઓ તથા નાગરીકો આવે છે.