અત્યાર સુધી બૉલીવૂડ દિગ્દર્શક રોહિત શેટ્ટી ૧૩ ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂક્યા છે. તેમાંથી ચાર ફિલ્મોમાં અજય દેવગણે પોલીસ અધિકારીના રોલ ભજવ્યાં હતાં. સૂત્રો દ્વારા મળેલી ખબર અનુસાર હવે રોહિત લેડી પોલીસને કેન્દ્રમાં રાખીને ફિલ્મોનું દિગ્દર્શન કરશે.
તેણે આ અંગે કહ્યું હતું કે, ‘પોલીસનું નામ મગજમાં આવતા મોટા ભાગના લોકો પુરુષ જ હશે એવું વિચારે છે, મારે આવી વિચારધારાનો અંત લાવવો હોવાથી હું મહિલા પોલીસની વાર્તાને લોકો સમક્ષ લાવવાના પ્રયાસો કરી રહ્યો છું. વાર્તા હજુ નક્કી કરાઇ નથી. સિંઘમ, સિમ્બા અને સૂર્યવંશી બાદ હું એક મહિલા પોલીસને પણ દર્શકો સમક્ષ લાવીશ.’ સિંઘમ ફિલ્મની જેમ સિમ્બાની પણ સિક્વલ બનશે. આ ફિલ્મનો આગામી ભાગ અક્ષય કુમારની સાથે બનાવશે અને ફિલ્મનું નામ ‘સૂર્યવંશી’ હશે.