ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પાંચ વન ડે મેચોની શ્રેણી હવે શરૂ થઈ રહી છે. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં વન ડે શ્રેણી ૨-૧થી જીતીને ન્યૂઝીલેન્ડમાં એન્ટ્રી કરી છે. હવે ન્યૂઝીલેન્ડની સામે વન ડે શ્રેણી શરૂ થઈ રહી છે. બીજી બાજુ યજમાન ન્યૂઝીલેન્ડની ટીમે હાલમાં જ શ્રીલંકાની સામે ૩-૦થી જોરદાર જીત મેળવી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. નેપિયરમાં મેકલીનપાર્કમાં રમાનારી પ્રથમ મેચ પહેલા બંનં ટીમોના આંકડા ઉપર નજર રાખવામાં આવી રહી છે. માત્ર નેયિપરના મેદાનની વાત કરવામાં આવે તો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ મેદાન ઉપર છ મેચો રમાઈ છે જે પૈકી ભારતીય ટીમને બે મેચો જીતવામાં સફળતા મળી છે. જ્યારે ચાર મેચોમાં ન્યૂઝીલેન્ડની ટીમ જીતી છે. ન્યૂઝીલેન્ડની ટીમના એકંદરે દેખાવની વાત કરવામાં આવે તો આ મેદાન ઉપર ન્યૂઝીલેન્ડની ટીમે કુલ ૪૦ મેચો રમી છે જે પૈકી ૨૪ મેચોમાં જીત થઈ છે અને ૧૩ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે ૨૯૨ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ ૪૮.૪ ઓવરમાં ૨૬૮ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ન્યૂઝીલેન્ડે આ મેચ ૨૪ રની જીતી લીધી હતી. તે વખતે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે ધોની અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન તરીકે મેક્કુલમ હતા. જોરદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીએ આ મેદાન ઉપર પણ અગાઉ સદી ફટકારી હતી. ૨૦૧૪માં ૧૧૧ બોલમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૨૩ રનની ઈનિંગ્સ રમી હતી. ઉપરાંત ભારત માટે વિરેન્દ્ર સહેવાગે ૨૦૦૨માં આજ મેદાન ઉપર ૧૦૮ રનની ઈનિંગ્સ રમી હતી. મોહંમદ શમી આ મેદાન ઉપર એક મેચમાં ચાર વિકેટ લેનાર એકમાત્ર ભારતીય બોલર તરીકે છે.