હિંમતનગરમાં વર્ગ-૪ના કર્મીએ બે મહિલા કર્મચારીની પાણીની બોટલમાં પેશાબ કરતા ખળભળાટ

562

હિંમતનગરમાં આવેલી ઔધોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) માં ફરજ બજાવતા એક વર્ગ ૪ ના કર્મચારીએ બે દિવસ અગાઉ મહીલા કર્મચારીની પીવાના પાણીની બોટલમાં પેશાબ કરી દીધો હતો. ત્યારબાદ આ મહીલા કર્મચારીઓએ બોટલનું પાણી અજાણતાથી ચાખી લેતા આખો મામલો જાહેર થયો હતો. એટલું જ નહીં આ કર્મચારીની તમામ હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી જેના આધારે ખાતાકીય તપાસ કરવા ઉચ્ચ કક્ષાએ આજે રજૂઆત કરી છે અને જરૃર પડશે તો શિક્ષાત્મક કાર્યાવાહીના ભાગરૃપે કર્મચારી સામે પોલીસ ફરિયાદ પણ તંત્ર દ્વારા કરવામાં આવશે.

આ અંગે આધારભુત સુત્રોમાંથી મળતી માહીતી મુજબ હિંમતનગરના બાયપાસ પર ઈડર હાઈવે નજીક આવેલી આઈટીઆઈમાં વર્ગ ૪ ની વર્કશોપ એટેડન્ટ તરીકે ઘણા સમયથી ફરજ બજાવતા વર્ક -૪ના એક કર્મચારીએ કરીને ખાતાકીય કામગીરીમાં સહયોગ આપી તેઓ વિવિધ કચેરીઓમાં અવરજવર કરે છે. દરમ્યાન ગત ગુરૃવારે બપોરના સુમારે તેઓ આઈટીઆઈના વહીવટી વિભાગમાં કામ કરતી બે મહીલા કર્મચારીના ટેબલ પર ગયા હતા.

આ વખતે બંને મહીલા કર્મચારીઓ તેમના ટેબલની ખુરશી પર હાજર ન હતા તે સમયે કર્મચારીએ ગમે તે કારણસર આ બંને મહીલા કર્મચારીની પીવાના પાણીની બોટલમાં પેશાબ કર્યો હતો. ત્યારબાદ તે ત્યાંથી જતો રહ્યો હતો.બીજી તરફ બંને મહીલા કર્મચારીઓ પરત આવતા તેમણે પોતાની બોટલોમાંથી પાણી પીધુ હતુ. પરંતુ સ્વાદમાં ફરક પડતા બંને મહીલા કર્મચારીઓને શંકા જતા તરત જ વિભાગના વડાને જાણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે હિંમતગર ખાતે આવેલી આઈટીઆઈમાં કેમેરા લગાવ્યા હોવાથી વર્ગ ૪ ના આ કર્મચારીની તમામ હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ બંને મહીલા કર્મચારીઓએ કરેલી રજુઆત બાદ વિભાગના વડાએ સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસતા કર્મચારીની હરકતો સ્પષ્ટ દેખાઈ હતી.જેથી સમગ્ર મામલો આઈટીઆઈના પ્રિન્સીપાલ સુધી પહોંચતા તેમણે શનિવારે આ અંગે ખાતાકીય તપાસ કરવા માટે ઉચ્ચ કક્ષાએ જાણ કરી દીધી હતી.

હિંમતનગર આઈટીઆઈમાં ફરજ બજાવતા પ્રિન્સીપાલ નરેશભાઈ પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતુ કે વર્ગ ૪ના કર્મચારીએ કરેલી નિમ્ન કક્ષાની હલકટાઈ અંગે મે શનિવારે ગાંધીનગર ખાતે આવેલ નિયામક કચેરીમાં લેખિત જાણ કરીને ખાતાકીય તપાસ  કરવા માટે જાણ કરી દીધી છે. અને જો જરૃર પડશે તો શિક્ષાત્મક કાર્યવાહી ભાગરૃપે પોલીસ ફરીયાદ કરાશે.

 

Previous articleહરસિદ્ધી સિદ્ધી પીઠ કાલભૈરવ યાગ, દક્ષિણ કાલીયાગ સંપન્ન
Next articleબિટકોઇન કૌભાંડ મામલે નલિન કોટડિયાના જામીન મંજૂર