કરોડો રૂપિયાના બીટકોઈન તોડના ચર્ચાસ્પદ મામલામાં સંડોવાયેલા ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાને કોર્ટ તરફથી થોડી રાહત મળી છે. કોર્ટે નલિન કોટડીયાના જામીન મંજૂર કર્યા છે. એટલે કે થોડા સમય માટે જેલમાંથી મુક્તિ મળશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા હાલમાં કરોડો રૂપિયાના બીટકોઈન તોડ મામલે જેલમાં હતા, આ સમયે તેમણે બીમાર માતાની સારવાર માટે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેને લઈ આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે નલિન કોટડીયાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
કોર્ટની સુનાવણી બાદ હવે પોલીસ જરૂરી કાર્યવાહી કરી નલિન કોટડીયાને જેલ મુક્ત કરશે. બીમાર માતાની સારવાર માટે કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે.