સરકારી સહાય નહીં મળવામાં કિન્નરો પણ સામેલ : યોજનાઓ કાગળ પર જ

647

રાજ્ય સરકાર દ્વારા કિન્નરોને લાખોની સહાયની જાહેરાતો કરવામાં આવે છે. પંરતુ આ માત્ર જાહેરાત કાગળ ઉપર જ રહી ગઇ છે. આજ દિન સુધી સહાયનો એકપણ રૂપીયો કિન્નરો સુધી પહોચ્યો નથી. સરકારી સહાયમાં લોલમલોલ ચાલે છે.

સરકાર દરેક વર્ગ માટે સહાયનો ધોધ વરસાવે છે. પંરતુ અમુક યોજનાઓ માત્ર ને માત્ર કાગળ ઉપર જ રહી જાય છે. બે સરકારી વિભાગોના સંકલનના અભાવે કિન્નરો હેરાન થઈ રહ્યા છે. સરકાર દ્વારા દર મહિને બે હજારની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી એક પણ રૂપિયા કિન્નરોને મળ્યા નથી.

સમાજ કલ્યાણ ઓફીસમાં આજદિન સુધી કોઈપણ અરજદાર સહાય માટે આવ્યા નથી. કિન્નરો માટે જે સહાય આપવામાં આવે છે તેના માટે મેડિકલ સર્ટી આપવાનું હોય છે. પરંતુ આજદિન સુધી એકપણ અરજદારે મેડિકલ સર્ટીફિકેટ રજૂ કર્યું નથી. અને સર્ટિ મેળવ્યા બાદ જ સહાય માટે ના ફોર્મ આપવામાં આવે છે. વર્ષેના અંતે આ તમામ ગ્રાન્ટની રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી પડે છે.

તો બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારની ગાઈડ લાઈન હજુ સુધી પહોંચી નથી. માટે સરકારની યોજના જે કિન્નરો માટે બહાર પાડવામાં આવી છે. તેની સરકાર દ્વારા જાણ કરવામાં આવશે ત્યાર પછી જ હોસ્પિટલમાંથી કિન્નરોને સર્ટિફિકેટ આપવામાં આવશે.

આમ સિવિલ હોસ્પિટલના અધિકારી અને સમાજ કલ્યાણ અધિકારી વચ્ચે કિન્નરો સહાયથી વંચિત રહી જાય છે. શું સરકાર કાગળ ઉપર બતાવવા સહાય મોકલવામાં આવે છે કે કેમ અંતે આપેલી સહાય ફરી વર્ષાનતે જમા કરી દેવામાં આવે છે. તો શું કામ આવી યોજનાથી કિન્નરો વંચિત છે. આવા અનેક સવાલો ઉભા થયા છે.

Previous articleબિટકોઇન કૌભાંડ મામલે નલિન કોટડિયાના જામીન મંજૂર
Next articleકોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે, લોકસભા મુદ્દે કરશે મહામંથન