૮૫ હજાર કરોડના વાયદા કરી છૂ થઈ જનારા સાથે ફરી MOU!

535

ધોલેરામાં રૂ.૮૫ હજાર કરોડનું જંગી રોકાણ કરવાની મોટી મોટી જાહેરાતો કરી ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા પછી ૧૦ વર્ષ સુધી ગુજરાતમાં નહીં ફરકનારા સિંગાપોરના બિઝનેસમેન પ્રસૂન મુખરજી નવમી વાઈબ્રન્ટ સમિટના બીજા દિવસે સ્જીસ્ઈ કન્વેન્શનમાં મંચ ઉપર ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં, એટલું જ નહીં, મુખ્યમંત્રી રૂપાણી તથા કેન્દ્રીય રાજ્યમંત્રી ગિરિરાજસિંહની મોજુદગીમાં પ્રસૂન મુખરજી અને ગુજરાત વેપારી મહામંડળ વચ્ચે એમઓયુ પણ થયા હતાં.

સિંગાપોર ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઈસ ચેરમેનની રૂએ પ્રસૂન મુખરજીએ આ કરાર જીસીસીઆઈ સાથે કર્યા હતાં.

પ્રસૂન મુખરજીએ ૨૦૦૯માં યોજાયેલી ચોથી વાઈબ્રન્ટ સમિટમાં તેમની કંપની યુનિવર્સલ સક્સેસ એન્ટરપ્રાઈસ તરફથી ધોલરામાં ૮૫ હજાર કરોડથી વધુ રકમનું માતબર રોકાણ કરી જાપાનીઝ પાર્ક સહિત દ્યોગિક પાર્ક સ્થાપવાની તેમજ જંગી પાવર પ્લાન્ટ સ્થાપવાની મોટી જાહેરાતો કરી ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા હતાં.

એ સમયે સરકાર તરફથી આ મુદ્દે ખાસ્સી પબ્લિસિટી લેવાઈ હતી. બાદમાં આ બિઝનેસમેને ગુજરાત સરકારના અનેક પત્રો-મેસેજના કોઈ જવાબ આપ્યા ન હતાં, જેને કારણે આ બધા પ્રોજેક્ટ પડતા મુકાયા હતાં.  એમઓયુ કર્યા બાદ ગાયબ થઈ ગયેલા પ્રસૂન મુખરજી શનિવારે સિંગાપોર ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઈસ ચેરમેનના રૂપમાં નવમી વાઈબ્રન્ટ સમિટના સ્ટેજ ઉપર હાજર થયા હતાં.

Previous articleકોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે, લોકસભા મુદ્દે કરશે મહામંથન
Next articleમહિલાઓને જાહેરમાં શૌચ જવુ પડતું હોવાથી કુપોષિત : જયંતિ રવી