મહિલાઓને જાહેરમાં શૌચ જવુ પડતું હોવાથી કુપોષિત : જયંતિ રવી

522

જાહેરમાં શૌચમુક્ત ગુજરાતની વાતો માત્ર કાગળ પર જ છે. મોદીના ૧૩ વર્ષના ગુજરાત શાસન અને ૪.૫ વર્ષમાં કેન્દ્રમાં શાસન પછી પણ ગુજરાત જાહેરમાં શૌચમુક્ત થયું નથી. જેનું તાજેતરમાં વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ગઈકાલે એક સેમિનારમાં ગુજરાતના આરોગ્ય કમિશનર જયંતી રવિએ કહ્યું કે, ‘ગુજરાતની મહિલાઓને જાહેરમાં શૌચ કરવા જવું પડતું હોવાથી સાંજના ૬ વાગ્યા બાદ કશું ખાતી પીતી ન હોવાથી કુપોષણનો શિકાર બને છે.

રવિએ કહ્યું જ્યારે તેઓ સ્વચ્છતા મિશન પર કામ કરી રહ્યા હતા. ત્યારે શૌચાલય બનાવવા માટે જાગૃતી લાવવા અમે જ્યારે ગામડાઓની મુલાકાતે ગયા હતા ત્યારે મહિલાઓ અને છોકરીઓ કુપોષિત જણાઈ હતી. આ વિશે તેમની સાથે વાત કરતાં ખબર પડી કે જાહેરમાં શૌચ માટે જવું ન પડે તે માટે મહિલાઓ અને યુવતીઓ સાંજે ૬ વાગ્યા પછી સવારે ૬ વાગ્યા સુધી કશું ખાતી નથી. તેથી તેઓ કુપોષણનો શિકાર બને છે.

Previous article૮૫ હજાર કરોડના વાયદા કરી છૂ થઈ જનારા સાથે ફરી MOU!
Next articleવાયબ્રન્ટ સમિટમાં ભાજપના કદાવર નેતાની ગેરહાજરીથી ભાજપમાં ગુસપુસ !