ત્રણ દિવસ સુધી ચાલેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આજે સમાપાન થઈ ગયું છે. શરૂઆતથી જ નિરસ રહેલી સમિટમાં ૧૩૫ દેશોએ ભાગ લીધો હતો અને કુલ ૧૫ હજાર કરોડના ૨૮,૩૬૦ એમઓયુ થયા છે.
ત્રણ દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત સમિટના નવા સત્રનું રવિવારે સમાપન થઇ ગયું. આ અવસર પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના સફળ પ્રયોગે ૨૦૦૧ ના કચ્છ ભૂકંપ અને ૨૦૦૨ના ગોધરા રમખાણો બાદ ખરાબ થયેલી ગુજરાતની છબિને સુધારવામાં મદદ કરી.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સપનાને શ્રેય આપતાં વિજય રૂપાણીએ કહ્યું કે ’વાઈબ્રન્ટ સમિટના સફળ પ્રયોગના કારણે ગુજરાત દેશના વિકાસનું એન્જીન બની ગયો. તેમણે કહ્યું કે ૨૦૦૧માં આવેલા ભૂકંપ બાદ ૨૦૦૨માં થયેલા રમખાણોને યાદ કરો.
લોકોના એક સમૂહે આખા ગુજરાતને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાત ફરીથી સ્થાપિત કરવામાં સફળ રહ્યું.
વિજય રૂપાણીએ કહ્યું કે ’તે સમયે લોકો વિચારે છે કે કચ્છ ફરી ઉભું થઇ શકશે નહી. લોકોનું માનવું છે કે ગોધરા બાદ દુનિયાભરમાં ગુજરાતની ખરાબ છબિ બાદ અહીં રોકાણ માટે કોઇ વિદેશી નહી આવે. તેમણે આગળ કહ્યું કે ’પરંતુ આજે આપણે જોઇ શકીએ છીએ કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં વિદેશી રોકાણકારોની સંખ્યા વધતી જાય છે. આખી દુનિયા ગુજરાતનું અભિવાદન કરતાં વાઈબ્રન્ટ સમિટથી જઇ રહી છે. તે ફક્ત ત્યારે રોકાણ કરે છે જ્યારે તેમણે વિશ્વાસ અને સ્થિરતા વિશ્વાસ થાય છે. દરેક રોકાણ એ સાબિત કરે છે કે ગુજરાતે પોતાની યથાવત રાખી છે.
૧૦ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ રાજ્યના ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા જાહેર સત્તા નિવેદન અનુસાર ૨૦૦૩થી થઇ રહેલી આ સમિટ પાછળ આઠ સત્રોમાં ગુજરતમાં ૩,૪૫,૮૭૩ કરોડનું રોકાણ આવ્યું અને તેનાથી ૨૩,૬૭,૦૦૦ નોકરીઓની તક પેદા થઇ. સમિટ માટે આગામી વિદેશી રોકાણ્કારોની વધતી જતી સંખ્યા ઉપરાંત સહયોગી દેશોની સંખ્યા પણ વધીને ૧૫ કરોડ થઇ ગઇ.