વાયબ્રન્ટ સમાપન સમારોહ ફ્લોપ શો સાબિત થયોઃ નેતા-કાર્યકરોને સૂટ પહેરાવી બેસાડ્યા

1894

પીએમ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સમાપન સમારોહમાં ભીડ એકઠી કરવા માટે દોડધામ મચી હતી. આજે બપોરે મહાત્મા મંદિરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની હાજરીમાં યોજાયેલા સમાપન સમારોહમાં મૂડી રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને મહેમાનોની પાંખી હાજરી હતી. સમારોહમાં લગભગ ૫૦ ટકા ખાલી રહેલી બેઠકો ભરવા માટે અમદાવાદ સહિત આજુબાજુના વિસ્તારમાં ભાજપના ૨૦૦થી વધુ કાર્યકરો અને અમદાવાદ ભાજપના કોર્પોરેટરોને બેસાડ્યા હતાં.

આ સમારોહમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોને સૂટ પહેરી ઉદ્યોગપતિઓની માફક હાજર રહેવા માટે મૌખિક સૂચના આપવામાં આવી હતી. પરિણામે ખાદીના ઝભ્ભાં અને કોટી પહેરી ફરતા ભાજપના આગેવાનો વાઇબ્રન્ટ સમિટમાં સૂટ પહેરીને ફરતા હતા.

Previous articleર૦૦રના રમખાણો બાદ બગડેલી છબી સુધારવામાં વાયબ્રન્ટ મદદગાર : વિજય રૂપાણી
Next articleગુજરાતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે ૩૦,૦૦૦ કરોડનું રોકાણ : સ્મૃતિ ઇરાની