ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો થયો

616

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્ત રીતે ૧૦૮૨૭૪.૭૯ કરોડ રૂપિયાનો વધાર થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન સૌથી વધારે વધારો થતા માર્કેટ મૂડીની દૃષ્ટીએ આ કંપની પ્રથમ સ્થાન ઉપર રહી છે. અન્ય જે કંપનીઓની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન વધારો થયો છે તેમાં ટીસીએસ, એચડીએફસી બેંક, એચડીએફસી, ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રાનો સમાવેશ થાય છે. જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા કારોબારી સપ્તાહમાં ઘણી કંપનીઓની માર્કેટ મૂડી નોંધપાત્ર રીતે ઘટી હતી. આરઆઈએલની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૫૩૯૧૮.૮૭ કરોડ રૂપિયા વધી જતા ૭૪૯૮૨૯.૫૮ કરોડ રૂપિયા થઈ છે. ટોચની ૧૦ કંપનીઓની અંદર સૌથી મોટો વધારે આરઆઈએલમાં થયો હતો. આવી જ રીતે ટીસીએસની માર્કેટ મૂડી ૨૧૯૩૨.૬૯ કરોડ રૂપિયા વધી જતા તેની માર્કેટ મૂડી ૭૧૩૧૦૩.૧૯ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ઈન્ફોસીસે આ ગાળા દરમિયાન ૨૦૬૬૩.૭ કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. એચડીએફસી બેંક, એચડીએફસીની માર્કેટ મૂડી પણ વધી છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડી આ ગાળામાં ૩૦૭૧.૧૫ કરોડ રૂપિયા સુધી વધી ગઈ છે. આની બિલકુલ વિરૂદ્ધમાં એસબીઆઈની માર્કેટ મૂડીમાં ૬૫૫૯.૫૮ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. માર્કેટ મૂડીની દૃષ્ટીએ જંગી ઉછાળા સાથે આરઆઈએલ પ્રથમ સ્થાને પહોંચ ગઈ છે.

માર્કેટ મૂડીમાં વધારો

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન છ કંપનીઓની માર્કેડ મૂડીમાં ઉલ્લેખનિય રીતે વધારો અને ચાર કંપનીઓની માર્કેટમૂડીમાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે. આરઆઈએલની માર્કેડમૂડી ફરી એકવાર વધી ગઈ છે. દેશની ટોપની કઈ કંપનીની માર્કેટ મૂડીમાં કેટલો વધારો થયો તેને લઈને ચિત્ર નીચે મુજબ છે.

કંપની    માર્કેટ મૂડીમાં વધારો         કુલ માર્કેટ મૂડી

આરઆઈએલ     ૫૩૯૧૮.૮૭       ૭૪૯૮૨૯.૫૮

ટીસીએસ              ૨૧૯૩૨.૬૯       ૭૧૩૧૦૩.૧૯

ઈન્ફોસીસ             ૨૦૬૬૩.૭           ૩૧૯૩૪૮.૧૬

એચડીએફસી બેંક              ૫૧૮૦.૬૫           ૫૭૯૫૮૦.૧૩

એચડીએફસી      ૩૫૦૭.૭૩           ૩૪૫૨૭૮.૪૩

કોટક મહિન્દ્રા બેંક               ૩૦૭૧.૧૫           ૨૩૬૦૨૯.૯૭

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો

શેરબજારમાં ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો હતો. એસબીઆઈની માર્કેટ મૂડીમાં સૌથી વધ ઘટાડો છેલ્લા સપ્તાના ગાળામાં નોંધાયો છે. માર્કેટ મૂડીમાં ઘટાડાનું  ચિત્ર નીચે મુજબ છે.

કંપની    માર્કેટ મૂડીમાં ઘટાડો          કુલ માર્કેટ મૂડી

એસબીઆઈ         ૬૫૫૯.૫૮           ૨૬૩૪૫૩.૮૨

એચયુએલ           ૫૩૩૫.૮૬           ૩૭૭૪૪૯.૮૪

આઈટીસી             ૫૨૬૬.૧૭           ૩૫૬૫૦૭.૭૩

આઈસીઆઈસીઆઈ બેંક  ૪૨૭૪.૧૩           ૨૩૯૫૪૭.૯૭

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

Previous articleતેલ કિંમતોમાં વધુ ભડકો થયો : લોકો પર વધુ બોજ
Next articleકાશ્મીર-હિમાચલમાં ભારે હિમવર્ષા વચ્ચે એલર્ટ જારી