ભારતના ૧૫ વર્ષથી ઓછી વયના અને ૬૫ વર્ષથી વધુ વયના લોકો નેપાળ અને ભૂટાનની યાત્રા માટે હવે આધારકાર્ડનો ઉપયોગ કરી શકશે. આધારકાર્ડને માન્ય યાત્રા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકાશે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશમાં આ મુજબની વાત કરવામાં આવી છે. મોદી સરકારના આ નિર્ણયને પણ ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આના ભાગરૂપે અન્ય કોઈ દસ્તાવેજોની જરૂર પડશે નહીં. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે બંને પડોશી દેશોની યાત્રા માટે આ બંને વર્ગોના ઉપરાંત અન્ય ભારતીય આધારકાર્ડના ઉપયોગ કરી શકાશે નહીં. બંને દેશોની યાત્રા માટે ભારતીયોને વિઝાની જરૂરીયાત હોતી નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નેપાળ અને ભૂટાન જનાર ભારતીય નાગરિકોની પાસે જો માન્ય પાસપોર્ટ, ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એક ફોટો ઓળખપત્ર અથવા તો ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા ઓળખપત્ર છે તો તેમને વિઝાની જરૂર નથી.
આ પહેલા ૬૫ વર્ષથી વધુ વયના લોકો અને ૧૫ વર્ષથી નીચેની વયના બાળકો આ બંને દેશોની યાત્રા કરવા માટે પુરાવા તરીકે પેનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, કેન્દ્ર સરકાર આરોગ્ય સેવા કાર્ડ અથવા રેશનિંગ કાર્ડ મારફતે યાત્રા કરી શકતા હતા પરંતુ આધારનો ઉપયોગ કરી શકતા ન હતા. હવે આધારકાર્ડનો ઉપયોગ પણ કરીને નેપાળ અને ભૂટાનની યાત્રા કરી શકાશે. આદેશને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કારણ કે ઘણા લોકો પાસે પેનકાર્ડ અને ડ્રાઈવીંગ લાઈસન્સ જેવી સુવિધા રહેલી નથી. આધારકાર્ડને પણ હવે પેનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ અને કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના સંબંધિત કાર્ડ અને રેશનીંગ કાર્ડ સાથે જોડી દેવાયા છે. ૬૫ વર્ષથી વધુ વયના લોકો અને ૧૫ વર્ષથી નીચેની વયના બાળકોને આધારકાર્ડનો ઉપયોગ કરવા માટે મંજુરી આપી દેવામાં આવી છે. અધિકારીઓના કહેવા મુજબ ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસ, કાઠમંડુ દ્વારા જારી કરવામાં આવેલા નોંધણી પ્રમાણપત્ર તથા ભારત અને નેપાળની વચ્ચે યાત્રા માટે સ્વીકાર્ય યાત્રા દસ્તાવેજ નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નેપાળમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા ઈમરજન્સી પ્રમાણપત્ર અને ઓળખપત્ર ભારત વાપસીની યાત્રા કરવા માટે માત્ર એક યાત્રાના ભાગરૂપે રહેશે નહીં. ૧૫થી ૧૮ વર્ષની વયના કિશાર લોકોને તેમના સ્કુલના પ્રિન્સિપાલ દ્વારા જારી કરવામાં આવતા પ્રમાણપત્રના આધાર ઉપર પણ ભારત અને નેપાળની વચ્ચે યાત્રા કરવાની મંજુરી આપી શકાશે. ભૂટાનની યાત્રા કરનાર ભારતીય નાગરિકોની પાસે ઓછામાં ઓછા છ મહિનાની લઘુત્તમ કાયદેસરતાની સાથે સાથે ભારતીય પાસપોર્ટ અથવા તો ચુંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા ઓળખપત્રો રાખવાના રહેશે. ભૂટાન જે ભારતીય રાજ્યો જેમ કે સિક્કિમ, આસામ, અરૂણાચલ અને પશ્ચિમ બંગાળની સાથે પોતાની સરહદને જોડે છે. આ દેશોમાં આશરે ૬૦ હજાર ભારતીય નાગરિકો છે જે મોટાભાગે વીજળીની યોજનાઓ અને ઉદ્યોગ નિર્માણ સાથે જોડાયેલા છે.
ઉપરાંત સરહદી વિસ્તારોમાં દરરોજ આઠ હજારથી ૧૦ હજાર લોકો કર્મચારી ભૂટાન અવર જવર કરતા રહે છે.