ગુજરાત ચુંટણીમાં ભાજપની સામે પડકાર રજુ કરી રહેલ કોંગ્રેસને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે અનેક મોરચા પર ઘેરી હતી. અહીં એક પત્રકાર પરિષદમાં શાહે કોંગ્રેસ પર વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો શાહે કહ્યું કે ફકત મતની લાલચમાં કોંગ્રેસ રાષ્ટ્રવિરોધી શક્તિઓ સાથે હાથ મિલાવી રહ્યાં છે અને ૨૦૧૭માં ૨૦૦૨નો ઉલ્લેખ કરવાની પાછળ પણ તેની આ ઇચ્છા છે.
અમિત શાહે રાહુલ ગાંધીને પણ નિશાન પર લીધા હતાં.શાહે કોંગ્રેસને ધ્રુવીકરણની જનની બતાવતા કહ્યું કે કોંગ્રેસે ગુજરાત ચુંટણીમાં પોતાનો આધાર જ જાતિવાદને બનાવ્યો છે.કોંગ્રેસના થનાર અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંદિર મંદિર દોડ લગાવી છે કોંગ્રેસ જ દેશમાં ધ્રુવીકરણની જનની રહી છે.
શાહે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા ચરણસિંહે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીને જામા મસ્જિદમાં જવું જોઇએ અને ૨૦૦૨ના તોફાનો માટે માફી માંગવી જોઇએ સમગ્ર દેશ જાણે છે અને સાબિત થઇ ચુકયુ છે કે કોંગ્રેસ મોદીજી પર લગાવેલ તે આરોપો ખોટા અને નિરાધાર છે મોદીજી સાફ છે. આમ છતાં વોટ બેંક માટે કોંગ્રસ ૨૦૧૭માં ૨૦૦૨નો મુદ્દો ઉછાળી રહી છે.
કોંગ્રેસ પર રાષ્ટ્રવિરોધી શક્તિઓનો આરોપ લગાવતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે પીએફઆઇથી પૈસા લેવા જીગ્નેશ મેવાણીની તસવીર વાયરલ થઇ છે. પીએફઆઇ સંગઠન હંમેશા દેશ વિરોધી ગતિવિધિઓનો હિસ્સો રહ્યું છે.