ઈન્ડોનેશિયા માસ્ટર્સમાં રમશે સિંધુ, શ્રીકાંત અને સાઇના

702

ઓલમ્પિક સિલ્વર મેડાલિસ્ટ પી વી સિંધુ નવા સત્રમાં પોતાના અભિયાનનો પ્રારંભ મંગળવારથી અહીં શરૂ થઈ રહેલા ઈન્ડોનેશિયા માસ્ટર્સના માધ્મયથી કરશે. જ્યારે સાઇના નેહવાલ અને કિદાંબી શ્રીકાંત પોતાની લય બરકરાર રાખવાના ઈરાદાથી ઉતરશે. બીજી વરીયતા પ્રાપ્ત સિંધુએ ગત વર્ષે રાષ્ટ્રમંડળ ગેમ્સ અને વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીત્યા બાદ વિશ્વ ટૂર ફાઇનલ્સનું ટાઇટલ જીત્યું હતું.

પ્રીમિયર બેડમિન્ટ લીગ રમ્યા બાદ તેણે ગત સપ્તાહે મલેશિયા માસ્ટર્સમાં ભાગ ન લીધો. હવે  તે પોતાના અભિયાનનો પ્રારંભ પૂર્વ ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ ચીનની લિ શુરૂઈ વિરુદ્ધ બુધવારે કરશે.

બીજીતરફ મલેશિયા માસ્ટર્સમાં સેમીફાઇનલ સુધી પહોંચેલી સાઇનાનો સામનો પ્રથમ રાઉન્ડમાં ક્વોલિફાયર સામે થશે.  ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો જાપાનની અકાને યામાગુચી સામે થઈ શકે છે. મલેશિયામાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચેલા શ્રીકંત પ્રથમ મેચમાં મલેશિયાના લિયુ ડોરેન સામે રમશે.

ભારતના સમીર વર્મા, બી સાઈ પ્રણીત અને એચ એસ પ્રણોય પણ આ ટૂર્નામેન્ટમાં રમશે. સમીરે ગત સિઝનમાં સ્વિસ ઓપન, હૈદરાબાદ ઓપન અને સૈયદ મોદી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતી હતી. તેણે વર્લ્ડ ટૂર ફાઇનલ્સ માટે ક્વોલિફાઇ કરી સેમીફાઇનલમાં જગ્યા બનાવી હતી. પ્રણીત માટે ગત વર્ષ ખરાબ રહ્યું પરંતુ પીબીએલમાં તેણે લય હાસિલ કરી હતી.

Previous articleમુંબઇ ઇન્ડિયન્સની બીસીસીઆઈને ભલામણ, હાર્દિક મામલે જલ્દી નિર્ણય લે
Next articleહાલેપને હરાવી સેરેના ક્વાર્ટર ફાઇનલમાં